ભારતીય મહિલા ક્રિકેટ ટીમની નવી જર્સી આવી સામે
ભારતીય ક્રિકેટ ટીમની નવી ODI જર્સી પરથી પડદો હટી ગયો છે. નવી જર્સી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સેક્રેટરી જય શાહ અને મહિલા ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરની હાજરીમાં લોન્ચ કરવામાં આવી હતી. ટીમ ઈન્ડિયાની નવી ODI જર્સીમાં ઘણી વસ્તુઓ જોવા મળશે. તેના ખભા પર ત્રિરંગો છે. જર્સી લોન્ચ કર્યા બાદ હરમનપ્રીતે તેની ખાસિયત પણ જણાવી હતી. બીસીસીઆઈએ તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.
BCCIએ X અને Instagram પર નવી જર્સીનો વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં હરમનપ્રીત કૌર જોવા મળી હતી. તેણે જર્સીની વિશેષતા પણ જણાવી હતી. તેણે કહ્યું હતું કે, "મારા માટે સન્માનની વાત છે કે મારી હાજરીમાં નવી જર્સી આવી છે. હું તેના દેખાવથી ખૂબ જ ખુશ છું. હું ખાસ કરીને ખભા પર ત્રિરંગાથી ખુશ છું.
મહિલા ટીમ ઈન્ડિયા વેસ્ટ ઈન્ડિઝ સામે પ્રથમ વખત નવી જર્સી પહેરશે. વેસ્ટ ઈન્ડિઝની ટીમ ડિસેમ્બરમાં ભારતની મુલાકાતે આવશે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ વનડે અને ત્રણ ટી-20 મેચોની શ્રેણી રમાશે. ટી-20 સિરીઝ 15 ડિસેમ્બરથી શરૂ થશે. આ શ્રેણીની તમામ મેચો મુંબઈમાં રમાશે. ODI શ્રેણી 22 ડિસેમ્બરથી શરૂ થશે. આ શ્રેણીની તમામ મેચો વડોદરામાં રમાશે.
ભારતની મહિલા ટીમ ત્રણ મેચની વનડે શ્રેણી માટે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે. ટીમ ઈન્ડિયા આ શ્રેણી હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપમાં રમશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ વનડે 5 ડિસેમ્બર અને બીજી 8 ડિસેમ્બરે રમાશે. આ બંને મેચ બ્રિસ્બેનમાં રમાશે. ત્રીજી મેચ 11 ડિસેમ્બરે પર્થમાં રમાશે.