For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

કેવડિયા ખાતે રાજ્ય પોલીસ વિભાગની માસિક ક્રાઈમ કોન્ફરન્સ 19મી ઓગસ્ટે યોજાશે

04:50 PM Aug 13, 2025 IST | Vinayak Barot
કેવડિયા ખાતે રાજ્ય પોલીસ વિભાગની માસિક ક્રાઈમ કોન્ફરન્સ 19મી ઓગસ્ટે યોજાશે
Advertisement
  • પોલીસ કોન્ફસન્સમાં DGP વિકાસ સહાય, 9 રેન્જ IG, પોલીસ કમિશ્નરો વગેરે જોડાશે,
  • પોલીસ વિભાગની છ માસની કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરાશે,
  • મહાનગરોમાં વકરતી જતી ટ્રાફિકની સમસ્યાની ચર્ચા કરાશે

અમદાવાદઃ રાજ્યમાં બનતા ગુનાઓના સમીક્ષા કરવા અને તેના ઉપાયો શોધવા દર મહિને પોલીસ વિભાગ દ્વારા ક્રાઈમ કોન્ફરન્સ યોજવામાં આવે છે. રાજ્યનાં DGP વિકાસ સહાયની અધ્યક્ષતામાં આગામી તા. 19 ઓગસ્ટના રોજ એકતાનગર કેવડિયા ખાતે રાજ્ય પોલીસ વિભાગની માસિક ક્રાઈમ કોન્ફરન્સ યોજાશે. કેવડિયામાં રાજ્યનાં DGPનું ગાર્ડ ઓફ ઓનરથી સ્વાગત કરાશે.

Advertisement

રાજ્યમાં સરદાર સરોવર ડેમ, સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક એકતાનગરમાં આગામી તા, 19મી ઓગસ્ટના રોજ પોલીસ વિભાગ દ્વારા ક્રાઈમ કોન્ફસન્સ યોજવામાં આવશે. આ કોન્ફરન્સ દરમિયાન ડીજીપી વિકાસ સહાય પોલીસ વિભાગનાં જુલાઈ મહિનામાં બનેલા ગુનાઓ તેમજ જાન્યુઆરીથી જુલાઈ સુધીના છ માસની પોલીસની કામગારીની વિસ્તૃત સમીક્ષા કરશે અને જરૂરી સૂચનો પણ કરશે. તેમજ પોલીસ વિભાગમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા પોલીસ કર્મચારીઓને પ્રશસ્તિપત્ર એનાયત કરાશે. આ મહત્વપૂર્ણ ‘ક્રાઈમ કોન્ફરન્સ’મા રાજ્યનાં નવ રેન્જ આઈજી, ચાર શહેરોના પોલીસ કમિશનર, પોલીસ અધિક્ષક સહિત રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

રાજ્ય પોલીસના વિવિધ વિભાગોની કામગીરીનાં સરવૈયાની ચર્ચા ઉપરાંત કેન્દ્ર સરકારની મહત્વપૂર્ણ યોજનાઓ અંગે પણ વિગતવાર ચર્ચા કરવામાં આવશે. ક્રાઈમ કોન્ફરન્સમાં ડિજિટલ ક્રાઈમ, ટ્રાફિક સમસ્યા, વગેરે સહિત પર પણ ચર્ચા કરાશે. ઉલ્લેખનીય છે કે જન્માષ્ટમીની રજાઓ બાદ તરત 19 ઓગસ્ટના કેવડિયા એકતા નગર ખાતે ઉચ્ચ પોલીસ અધિકારીઓની બેઠક મળશે અને ચર્ચા કરાશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement