હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને થપ્પડ મારનારો શખસ રાજકોટનો શ્વાન પ્રેમી નિકળ્યો

05:33 PM Aug 20, 2025 IST | Vinayak Barot
Advertisement

રાજકોટઃ દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ પોતાના નિવાસસ્થાને યોજેલા લોક ફરિયાદના કાર્યક્રમમાં એક યુવાને મુખ્યમંત્રીને થપ્પડ મારીને હુમલાનો પ્રયાસ કર્યો હતો. સીએમના સિક્યુરિટી સ્ટાફે યુવાનને પકડી લીધો હતો. અને પોલીસને હવાલે કર્યા બાદ પૂછતાછ કરતા હુમલો કરનારો યુવાન રાજકોટનો છે. દિલ્હીમાં રખડતા શ્વાન અંગેના સમાચાર જોઈને રાજકોટનો યુવાન દિલ્હી આવ્યો હતો. અને મુખ્યમંત્રી પર હુમલો કર્યો હતો. શ્વાનપ્રેમી ગણાતો રાજેશ સાકરિયા નામનો યુવાન રાજકોટના કોઠારિયા વિસ્તારમાં આાવેલા ગોકુલ પાર્ક શેરી નંબર 2માં રહે છે,

Advertisement

દિલ્હીના મુખ્યમંત્રી પર હુમલા કરતા પકડાયેલો યુવાન રાજકોટનો રાજેશ સાકરિયાના હોવાની જાણ થતાં રાજકોટની આજી ડેમ પોલીસની ટીમ પણ રાજેશ સાકરિયાના પરિવારજનોની પૂછપરછ માટે આવી પહોંચી હતી. રાજેશના માતાએ જણાવ્યું હતું કે, તે રવિવારે ઉજ્જૈન જવાનું કહી નીકળ્યો હતો. તે શ્વાનપ્રેમી છે. દિલ્હીમાં કૂતરાના સમાચાર સાંભળી તે દિલ્હી પહોંચ્યો હતો. તેની માનિસક હાલત ઠિક નથી ઘરના લોકો સાથે પણ અવારનવાર મારામારી કરતો રહે છે.

રાજેશની માતા ભાનુબેન ખીમજીભાઈ સાકરીયાએ જણાવ્યું હતું કે, રાજેશ શ્વાન પ્રેમી છે. દિલ્લીમાં શેરીના રખડતા શ્વાન અંગે સમાચાર જોઈ ઘરમાં સેટીમાં બેઠો હતો ત્યારે હાથ પછાડતો હતો. ગત રવિવારના રોજ ઉજૈન જવાનું કહી ઘરેથી નીકળો હતો. ગઈકાલે પરિવારે ફોન કરતા હું દિલ્લી આવ્યો છું કુતરા માટે કહી ફોન કટ કરી દીધો હતો

Advertisement

રાજેશની માતાએ જણાવ્યું હતું કે,  મારો દીકરો રાજેશ દારૂ પીવાની ટેવ ધરાવતો હતો પરંતુ છેલ્લા 5 વર્ષથી દારૂ પીવાનું પણ બંધ કરી દીધું હતું તે તામસી મગજનો છે. રાજેશ રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો.

આ બનાવની વિગત એવી હતી કે, બુધવારે સવારે મુખ્યમંત્રી નિવાસસ્થાને લોક દરબાર દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર એક યુવાને  હુમલો કર્યો હતો. મીડિયા અહેવાલો અનુસાર, તેમને થપ્પડ મારવામાં આવી હતી. દિલ્હી ભાજપ અધ્યક્ષ વીરેન્દ્ર સક્સેનાએ કહ્યું- આરોપી વ્યક્તિએ મુખ્યમંત્રીનો હાથ પકડીને ખેંચ્યા હતા. આ દરમિયાન તેમનું માથું ટેબલના ખૂણા સાથે અથડાયું. તેમને માથામાં ઈજા થઈ છે. થપ્પડ મારવાની ઘટના ખોટી છે. તેમજ, હુમલાની પુષ્ટિ કરતા, દિલ્હી સીએમ ઓફિસે કહ્યું- આજે લોક દરબાર દરમિયાન, એક વ્યક્તિએ મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલો કર્યો. આરોપીને દિલ્હી પોલીસે પકડી લીધો છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

 

Advertisement
Tags :
Aajna SamacharattackedBreaking News GujaratiDelhi Chief MinisterGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSman is a dog lover from RajkotMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article