For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

લીલીયા નજીક રેલવે ટ્રેક પરથી સિંહને વન કર્મચારીએ ખદેડ્યો

06:45 PM Jan 08, 2025 IST | revoi editor
લીલીયા નજીક રેલવે ટ્રેક પરથી સિંહને વન કર્મચારીએ ખદેડ્યો
Advertisement
  • રેલવે ટ્રેક પરથી સિંહને ભગાડતો વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ
  • કોઈ ડર રાખ્યા વિના બીટગાર્ડ સિંહ નજીક પહોંચી ગયો
  • પીપાવાવ રેલવે ટ્રેક પર અવાર-નવાર સિંહ આવી જતાં હોય છે

અમરેલીઃ જિલ્લામાં સિહની વસતીમાં વધારો થઈ રહ્યો છે. જાફરાબાદ, રાજુલા, સાવરકૂંડલા સહિત તાલુકામાં સિંહોના આંટાફેરા વધી ગયા છે. ત્યારે આ વિસ્તારમાં પસાર થતાં રેલવે ટ્રેક પર ખાસ તકેદારી રાખવી પડે છે. રેલ્વે ટ્રેક ઓળંગતા સિંહના અનેક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે, રેલવે તંત્ર દ્વારા કેટલાક બનાવોને લઈને પુષ્ટિ પણ કરવામાં આવતી હોય છે ત્યારે તાજેતરમાં સિંહને ગાયની જેમ હાંકતો બીટગાર્ડનો વિડિયો અને રાત્રે સિંહના ટ્રેક ઓળંગતા વિડિયોની રેલવે વિભાગે પુષ્ટિ કરી છે.

Advertisement

ભાવનગર રેલવે ડિવિઝન નીચે આવતા દામનગર નજીકના લીલીયા સ્ટેશનના ગેટ નજીક એક વ્યક્તિ  સિંહને ટ્રેક પરથી ખદેડી રહ્યો હતો. ગાયની જેમ સિંહને લાકડીની સોટી લઈને હાંકતો વ્યક્તિ ફોરેસ્ટ વિભાગમાં બીટગાર્ડનો કર્મચારી છે. આ બનાવને લઈને રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.  કે, દામનગર લીલીયા સ્ટેશન નજીક બપોરે 3 વાગ્યે રેલવે ગેટ પાસે સિંહ ટ્રેક પર ઊભો હતો. ત્યારે ફોરેસ્ટ વિભાગના કર્મચારીએ તેને હંકારીને ટ્રેક ઉપરથી ખદેડ્યો હતો. આ બનાવનો વિડિયો સાશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો. આ અંગે LC 31ના ગેટમેન જશવંતએ જણાવ્યું કે, હું રેલ્વે વિભાગમાં છેલ્લા 2 વર્ષથી નોકરી કરુ છું. સિંહના અવાજ સંભળાતા હતા. પરંતુ સિંહ ક્યારેય જોવા મળતા નહોતા. જો કે, વન વિભાગના કર્મચારીઓ આવીને પણ પૂંછતા હતા. પરંતુ ગત 6 જાન્યુઆરીના રોજ બપોરના 3:00 વાગે વન વિભાગના કર્મચારીએ આવીને પૂંછ્યું કે, અહીં સિંહ છે. તો મેં કર્મચારીને કહ્યું કે, સિંહને ટ્રેક પરથી ખસેડો જેથી કર્મચારીએ એ સિંહને ખસેડ્યો હતો. રાત્રિ દરમિયાન સિંહના અવાજો તો સંભળાય છે. પરંતુ મેં માત્ર એક જ સિંહ જોયો છે.

ભાવનગર રેલવે ડિવિઝન નીચે આવતા દામનગરના લીલીયા રેલ્વે સ્ટેશન ગેટ નજીક સિંહનો રાત્રિ સમયે ટ્રેક ઓળંગતો વીડિયો વાયરલ થયો હતો. આ અંગે રેલ્વેના PRO એ જણાવ્યું કે, પીપાવાવ પોર્ટ અને લીલીયા મોટા સ્ટેશન વચ્ચે સિંહ ટ્રેક ઓળંગતા હતા. જ્યાં ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ સ્થળ પર હાજર હોય તો કર્મચારીએ લાલ લાઇટ બતાવીને આવી રહેલી ટ્રેનને થોભાવી હતી. જો કે, ટ્રેનના જ ચાલક દ્વારા ઇમર્જન્સી બ્રેક લગાવી ટ્રેન રોકી હતી. જ્યાં વન વિભાગના કર્મચારીઓએ સિંહોએ ટ્રેકને ઓળંગી ગયા બાદ ટ્રેનને રવાના કરી હતી. આ ઘટનાનો પણ વિડિયો પણ વાયરલ થયો હતો.

Advertisement

સૌરાષ્ટ્રમાં હાલમાં હાડ થીજાવતી ઠંડી પડી રહી છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં સિંહોના રક્ષણ માટે વન વિભાગના કર્મચારીઓ ખડે પગે રહે છે. ત્યારે બીજી તરફ રેલવે તંત્ર પણ સતર્કતા દાખવી રહ્યું છે. સામે આવેલા બંને વીડિયોમાં વન વિભાગના કર્મચારીઓ દ્વારા ટ્રેક ઉપરથી સિંહોને ખસેડવાની કામગીરી કરી હોવાનું ફળીભૂત થયું છે. રેલવેના PRO દ્વારા બંને ઘટનામાં વન વિભાગના કર્મચારીઓએ ટ્રેકો પરથી સિંહને ખસેડ્યા હોવાનું જણાવ્યું હતું.

Advertisement
Tags :
Advertisement