હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળા (HSSF) ના ત્રીજા દિવસે કન્યા વંદન કાર્યક્રમ યોજાયો

12:23 PM Jan 26, 2025 IST | revoi editor
Advertisement

અમદાવાદઃ હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન, ગુજરાત દ્વારા આયોજિત હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળા (HSSF) ના ત્રીજા દિવસનું મુખ્ય આકર્ષણ કન્યા વંદન રહ્યું. આ કાર્યક્રમમાં પ.પૂ. મહામંડલેશ્વર કૃષ્ણમણી મહારાજ (જામનગર), ડૉ. વાગેશકુમારજી, કાંકરોલી (વાગેશબાવાજી),  સુશ્રી ભાનુબેન બાબરીયા (રાજ્ય કક્ષા મંત્રી- મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલય) તથા ડો. અમીબેન ઉપાધ્યાય ( VC, ડો. આંબેડકર યુનિવર્સિટી)ની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.

Advertisement

કન્યા વંદન કાર્યક્રમમાં યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા... શ્લોક સાથે કન્યા પૂજનની શરૂઆત કરવામાં આવી હતી. આમંત્રિત મહેમાનો દ્વારા મંચ પર દિવ્યાંગ કન્યાઓ સહિત અમદાવાદની વિવિધ સંસ્થાઓમાંથી આવેલ 1271 કન્યાઓનું પૂર્ણ શાસ્ત્રોક્તવિધિથી પૂજન કરવામાં આવ્યું હતું. પરિવારમાં અને સમાજમાં કન્યાઓ અને નારીનું સન્માન વધે તે હેતુથી કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત લોકો પાસે માતા-પિતા અને ગુરૂઓનું સન્માન, પર્યાવરણની જાળવણી, પશુ-પક્ષીઓના રક્ષણ અને જાળવણી માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. HSSF સંસ્થાના સહસચિવ શ્રીમતી નીપાબેન શુક્લાએ મહેમાનો તથા પ્રબુદ્ધ નાગરિકોને સંસ્થાનો પરિચય આપ્યો.

Advertisement

મહામંડલેશ્વર કૃષ્ણમણીજી મહારાજએ  આશીર્વાદ વચન આપતા કહ્યું કે HSSFને આવા ભવ્ય મેળાનું આયોજન કરવા બદલ ખૂબ અભિનંદન સાથે જણાવ્યું કે અન્ય સંપ્રદાયોમાં સેવાનો ધ્યેય સમાજમાં પ્રભુત્વ જમાવવાનો હોય શકે છે, સનાતન ધર્મમાં તો સેવાનો અર્થ ભિન્ન છે. હિંદુઓમાં હંમેશા સમર્પણનો ભાવ જોવા મળ્યો છે. તે માનવ માત્રમાં પણ ભગવાનનો અંશ શોધે છે અને તેના ઉત્થાન માટે નિઃસ્વાર્થ ભાવે કાર્ય કરે છે. આવા પવિત્ર કાર્યને સનાતન ધર્મ સેવા માને છે. વધુમાં તેમણે વાત કરી કે આજનો સમાજ સુશિક્ષત તો છે પરંતુ તેમાં સંસ્કારોનો નાશ થતો જોવા મળે છે. જેનું કારણ ધર્મ જ્ઞાનનો અભાવ છે.

ડૉ. વાગેશકુમારજી, કાંકરોલી (વાગેશબાવાજી)એ જણાવ્યું હતું કે, દેશમાં વર્તમાન સમયમાં હિન્દુ સંસ્કૃતિ અને સભ્યતાને જાણતો વર્ગ ધીમે ધીમે ઓછો થતો હોય તેમ લાગે છે. આપણી સંસ્કૃતિનો વિદેશમાં ડંકો વાગી રહ્યો છે ત્યારે આપણા દેશમાં અમુક લોકો આ સંસ્કૃતિને ભૂલી રહ્યા છે. આપણી સંસ્કૃતિમાં માતૃકાઓના પૂજનથી જ કોઈપણ કાર્યની શરૂઆત થાય છે. કુંવારી કન્યાઓનું હિન્દુ સંસ્કૃતિમાં વિશેષ મહત્વ છે. સંતાનોમાં સંસ્કારનું સિંચન કરવાનું કામ માતા જ કરી શકે છે. આવા સંસ્કારો પુનરુત્થાન માટે કન્યા પૂજન જેવા કાર્યક્રમનું આયોજન ખૂબ જ મહત્વનું યોગદાન આપશે. વર્તમાન પરિસ્થિતિમાં મર્યાદાના પાલન વિના ધર્મની રક્ષા શક્ય નથી. ભારત વિશ્વગુરૂ બનવા જઈ રહ્યો છે ત્યારે ભારતના વિશ્વગુરૂ બનવા માટે માતૃત્વ શક્તિની આવશ્યક્તા છે. માતા સંતાનોમાં સંસ્કારોનું જે રીતે સિંચન કરશે તે જ રીતે બાળક રાષ્ટ્ર અને સંસ્કૃતિની રક્ષા કરશે. હિન્દુ અધ્યાત્મ અને સેવા સંસ્થા દ્વારા કન્યા વંદન સહિતના સંસ્કારોનું સિંચન પ્રશંસાને પાત્ર છે.

ગુજરાત સરકારમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલયના રાજ્યકક્ષાના મંત્રી ભાનુબેન બાબરિયાએ જણાવ્યું હતું કે, હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાએ અધ્યાત્મ અને સેવાના સુંદર સંગમ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું છે. ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવામાં સંતોએ પણ સિંહફાળો આપ્યો છે. હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થા દ્વારા પણ સંસ્કૃતિને જીવંત રાખવા ખૂબ જ સુંદર આયોજનો કરવામાં આવી રહ્યા છે. આજે આપણે અહીં દીકરીઓનું પૂજન કર્યું. જોકે, દીકરીઓના મહત્વ અંગે ગુણવંત શાહે ખૂબ જ સુંદર વાત કરી છે, મોગરાની મહેક, ગુલાબની ભવ્યતા અને પારિજાતની દિવ્યતા કોઈ ઝાકળ બિંદુમાં એકત્ર થાય ત્યારે પરિવારને દીકરી મળતી હોય છે. દીકરીમાં દી એટલે દીલ સાથે જોડાયેલો અતુટ વિશ્વાસ, ક એટલે કસ્તુરીની જેમ સદાય મહેકતી અને રી એટલે રીદ્ધિ-સિદ્ધિ આપનારી અને પરિવારને ઊજળો કરનારી એટલે દીકરી. દીકરી એક, બે નહીં ત્રણ કુળને તારે છે. દક્ષ પ્રજાપતિએ માતા શક્તિની આરાધના કરીને તેમની પાસે પોતાના ઘરે દીકરી રૂપે જન્મ ધારણ કરવાનું વચન માગ્યું હતું. આથી જ માતા સતીનો દક્ષ પ્રજાપતિના ઘરે જન્મ થયો. દીકરીના અનેક સ્વરૂપ છે. ઉંમર અને સમય સાથે દીકરીની ભૂમિકા બદલાતી જાય છે, જેમાં

ડૉ. આંબેડકર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડૉ. અમીબેન ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, ‘આજે આપણે કન્યા વંદન કરવા એકત્ર થયા છીએ ત્યારે મને વૈશંપાયમના શબ્દો યાદ આવે છે. તેઓ કહે છે પરાક્રમ કા માતૃત્વ ભલે હી પુરુષ કે પાસ રહા, માતૃત્વ કા પરાક્રમ સિર્ફ નારી શક્તિ હી કર સકતી હૈ. કન્યા વંદન કરવું એટલે કન્યામાં રહેલા કન્યા તત્વનું વંદન કરવું. આજના સમયમાં અનેક મહિલાઓ કહેતી હોય છે કે તેઓ તેમની દીકરીઓને દીકરાની જેમ ઊછેરે છે. પરંતુ તેમને હું કહેવા માગું છું કે દીકરીઓને દીકરીઓની જેમ જ ઉછેરવી જોઈએ. કારણ કે આ કન્યાઓ

અંતમાં ડો. રાજીકાજીએ આભારવિધિ આપી સત્રનું સમાપન કર્યું.  તુલસીરામ ટેકવાણી  (પ્રાંત અધ્યક્ષ, હિંદુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન), ઘનશ્યામ વ્યાસ ( સચિવ , હિંદુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન) ,  શ્રીમતી નીપાબેન શુક્લા ( HSSF સહ સચિવ),  બાળ આયોગ પ્રમુખ શ્રીમતી ધર્મિષ્ઠાબેન , ડો. ભાગ્યેશ જહા, સુજયભાઈ મહેતા,  મહેન્દ્ર પટેલ,  અર્ચિતભાઈ ભટ્ટ, શ્રીમતી હેતલબેન સહીત અનેક મહાનુભાવ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharHindu Spiritual and Seva MelaKanya Vandan ProgramLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article