For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ભારત સરકારે ધર્મગુરૂ પોપ ફ્રાન્સિસના અવસાનને કારણે ત્રણ દિવસના રાજકીય શોકની જાહેરાત કરી

11:01 AM Apr 22, 2025 IST | revoi editor
ભારત સરકારે ધર્મગુરૂ પોપ ફ્રાન્સિસના અવસાનને કારણે ત્રણ દિવસના રાજકીય શોકની જાહેરાત કરી
Advertisement

નવી દિલ્હીઃ ભારત સરકારે ધર્મગુરૂ પોપ ફ્રાન્સિસના અવસાનને કારણે ત્રણ દિવસના રાજકીય શોકની જાહેરાત કરી છે, પોપ ફ્રાન્સિસનું ગઇકાલે અવસાન થયું હતું. આજે અને આવતીકાલે બે દિવસના રાજકીય શોક પાળવામાં આવશે. અંતિમ સંસ્કારના દિવસે એક દિવસનો રાજકીય શોક મનાવવામાં આવશે. રાજ્ય શોકના સમયગાળા દરમિયાન, જ્યાં નિયમિતપણે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે ત્યાં અડધી કાઠીએ ધ્વજ ફરકાવાશે તેમજ કોઇ મનોરંજક કાર્યક્રમનું પણ આયોજન કરાશે નહીં.

Advertisement

રોમનકેથોલિક ચર્ચના ધર્મગુરૂ પોપ ફ્રાન્સિસનું આજે વેટિકન સિટીમાં અવસાન થયું. તેઓ ૮૮ વર્ષના હતા. તેઓ છેલ્લા કેટલાંક સમયથી બીમાર હતા. પોપ ફ્રાન્સિસ પહેલા લેટિનઅમેરિકન પોપ હતા અને પોપ બનનારા સૌથી વૃદ્ધ વ્યક્તિ હતા. પોપ ફ્રાન્સિસના નિધન પર પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી સહિત વિશ્વભરના નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોપ ફ્રાન્સિસનાનિધન પર શોક વ્યક્ત કર્યો છે અને વૈશ્વિક કેથોલિક સમુદાય પ્રત્યે સંવેદના વ્યક્તકરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, મોદીએ કહ્યું કે પોપ ફ્રાન્સિસનેવિશ્વભરના લાખો લોકો હંમેશા કરુણા, નમ્રતા અને આધ્યાત્મિક હિંમતના પ્રતીક તરીકે યાદ રાખશે. યુરોપિયન આયોગના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેને,. યુરોપિયન કમિશનના ઉપાધ્યક્ષકાજા કલ્લાટાસે , જર્મનચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝે, બ્રિટિનના પ્રધાનમંત્રી કીર સ્ટોમર, ઇટાલીના પ્રધાનમંત્રી મેલોની, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને સહિત વિશ્વના અનેક નેતાઓએ શ્રદ્ધાંજલી આપી છે. પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર કે. કૈલાસનાથન અનેમુખ્યમંત્રી એન. રંગાસ્વામીએ પણ શ્રદ્ધાંજલી અર્પણ કરી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement