For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

પાકિસ્તાન માટે ભીખારીઓની વધતી સંખ્યા ચિંતાનો વિષય, હાલ 4 કરોડ ભીખારી

03:42 PM Dec 26, 2024 IST | revoi editor
પાકિસ્તાન માટે ભીખારીઓની વધતી સંખ્યા ચિંતાનો વિષય  હાલ 4 કરોડ ભીખારી
Advertisement

પાકિસ્તાનમાં 23 કરોડની વસ્તીમાંથી લગભગ 3.8 કરોડ લોકો ભીખ માંગીને જીવન ગુજારે છે.  આ લોકો દરરોજ કરોડો રૂપિયાની ભિક્ષા એકઠી કરે છે. કરાચીમાં એક ભિખારી રોજ સરેરાશ 2000 રૂપિયા કમાય છે. લાહોરમાં આ રકમ 1400 રૂપિયા અને ઇસ્લામાબાદમાં 950 રૂપિયા છે. સમગ્ર દેશમાં ભિખારીઓ રોજના સરેરાશ 850 રૂપિયા કમાય છે. પાકિસ્તાની અખબાર ડોનના અહેવાલ અનુસાર, પાકિસ્તાનમાં ભિખારીઓ દરરોજ 32 અબજ રૂપિયા કમાય છે. આ રકમ વાર્ષિક 117 ટ્રિલિયન રૂપિયા અથવા 42 અબજ ડોલર જેટલી છે. આટલી મોટી રકમ દેશના અર્થતંત્ર પર ઊંડી અસર કરે છે.

Advertisement

અહેવાલ અનુસાર "ભિખારીઓ માત્ર બિન-ઉત્પાદક લોકો નથી, પરંતુ તેઓ 42 અબજ ડોલરનો ઉપયોગ કરીને સમાજ પર બોજ પણ નાખે છે. તેમની પ્રવૃત્તિઓથી દેશમાં મોંઘવારી 21 ટકા વધવાની શકયતા છે." પાકિસ્તાનથી વિપરીત, બાંગ્લાદેશે ભીખ માંગવાની સમસ્યાને હદ સુધી દૂર કરી દીધી છે. ભીખ માંગીને એકઠી થતી રકમનો ઉપયોગ માત્ર સામાન ખરીદવા માટે થાય છે, પરંતુ આ રકમથી દેશના ઉત્પાદનમાં વધારો થતો નથી. ભીખ માંગવાથી દેશમાં માંગ અને ભાવ વધે છે, જે ફુગાવાને પ્રોત્સાહન આપે છે.

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે સરકારે આ સમસ્યાના ઉકેલ માટે નક્કર પગલાં લેવા જોઈએ. ભિખારીઓને રોજગાર આપીને તેઓને સમાજના ઉપયોગી સભ્ય બનાવી શકાય છે. રિપોર્ટ અનુસાર, પ્રોફેશનલ ભિખારીઓને ખતમ કરવા જરૂરી છે, દેશની આર્થિક અને સામાજિક સ્થિતિ સુધારવા માટે આ એક મહત્વપૂર્ણ પગલું હોઈ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે, પાકિસ્તાનથી દર વર્ષે મોટી સંખ્યામાં લોકો ઉમરા અને હજના બહારે સાઉદી જાય છે ત્યાં જઈને ભીખ માંગતા હોવાના અહેવાલ સામે આવ્યાં હતા. જે અંગે સાઉદીએ પણ નારાજગી વ્યક્ત કરી હતી. એટલું જ નહીં અનેક દેશોએ પાકિસ્તાનથી આવતા ભીખારીઓને લઈને ચિંતા વ્યક્ત કરી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement