હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

ધર્મ, વૈરાગ્ય, જ્ઞાન અને ભક્તિના ઉન્નતિનો સમય એવા પવિત્ર ચાતુર્માસનો આજથી થયો પ્રારંભ,

04:48 PM Jul 06, 2025 IST | revoi editor
Advertisement

અમદાવાદઃ આજથી પવિત્ર ચાતુર્માસ થયો છે. સનાતન ધર્મમાં ચાતુર્માસનું મહાત્મ્ય સવિશેષ છે. ચાર મહિના દરમિયાન ભગવાન શ્રી હરિ સાગરમાં શયન કરશે. ધર્મ વૈરાગ્ય જ્ઞાન અને ભક્તિના માસ તરીકે પણ સનાતન ધર્મમાં ઊજવવામાં આવે છે. ચતુર્માસ દરમિયાન સનાતન ધર્મના મોટાભાગના મહત્વના અને મોટા તહેવારો પણ આવતા હોય છે. ચતુર્માસમાં ધર્મ કાર્યો અને ભગવાનની ભક્તિમાં લિંન થઈ શકાય તે પ્રકારના આયોજનો થતા હોય છે. ચાર મહિના ભગવાન શ્રી હરિ વિષ્ણુને સમર્પિત હોવાથી આ મહિના દરમિયાન કરવામાં આવેલી ભક્તિ પૂજા અને અર્ચન કોઈ પણ ભક્ત માટે કલ્યાણકારી માનવામાં આવ્યું છે. આ ઉપરાંત જૈન સમાજમાં પણ ચાતુર્માસ દરમિયાન અનેક કાર્યક્રમો યોજાતા હોય છે. સાધુ-સાધ્વીજીઓ પણ ચાતુર્માસ દરમિયાન વિહાર કરતા નથી.

Advertisement

આજથી ચાતુર્માસનો મંગળ પ્રારંભ થયો છે. ધર્મ, વૈરાગ્ય, જ્ઞાન અને ભક્તિના ઉન્નતિનો સમય એટલે પવિત્ર ચાતુર્માસ છે. આ ચાર મહિના સુધી ભગવાન શ્રી હરિ વિષ્ણુ સાગરમાં શયન કરતા હોય છે, જેને કારણે આ ચાર મહિના ધર્મ ભક્તિ વૈરાગ્ય અને જ્ઞાન પ્રાપ્તિ કરવા માટે ખૂબ જ મહત્વના માનવામાં આવે છે. ચાર મહિના સુધી વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યો કે જે ભગવાન શ્રી હરિ વિષ્ણુને સમર્પિત હોય તે પ્રકારે ધર્મસ્થાનોમાં આયોજન થતું હોય છે. ચાતુર્માસ દરમિયાન ધર્મ આરોગ્ય માટે પણ ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. આ માસ દરમિયાન કરવામાં આવેલી આધ્યાત્મિકતા દ્વારા કોઈ પણ વ્યક્તિ પવિત્ર શાંતિ પણ પ્રાપ્ત કરતો હોય છે, જેથી વધુમાં આ સમય દરમિયાન વાત અને પિત્ત પ્રકોપનું પણ ખૂબ ઉપદ્રવ જોવા મળતુ હોય છે, જેથી ચાતુર્માસ દરમિયાન લીલા શાકભાજીનો ઉપયોગ કરીને ધર્મશાસ્ત્ર પ્રમાણે ચાતુર્માસનું પાલન કરવામાં આવે તો વ્યક્તિની તંદુરસ્તી પણ એકદમ મજબૂત બનતી હોય છે જેથી ચાતુર્માસ ધર્મની સાથે આરોગ્યને પણ જોડે છે. આ ચાર મહિના કોઈ પણ શ્રી -હરી વિષ્ણુના ભક્તો માટે ખૂબ જ મહત્વના જોવા મળે છે. આ મહિના દરમિયાન સાધુ સંતો વિશ્રામ કરવા માટે પોતાની જગ્યા પર પહોંચી જાય છે અને ચાર મહિના એક જ જગ્યા પર શ્રી હરિ વિષ્ણુની ભક્તિમાં પસાર કરતા હોય છે.

Advertisement

ચાતુર્માસ દરમિયાન ધર્મકાર્ય ની સાથે ઉપવાસ અને નિયમ ધર્મનું ચુસ્ત પાલન ધર્મની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. આ ચાર માસ દરમિયાન કોઈ પણ શ્રી હરિનો ભક્ત ઉપવાસ અને નિયમ ધર્મનું ચોક્કસ પાલન કરે તો તે સારું સ્વાસ્થ્ય પણ મેળવી શકે છે સાથે સાથે ચાર મહિના દરમિયાન નિયમમાં રહેવાથી કોઇ પણ વ્યક્તિમા સારા વ્યક્તિત્વનો વિકાસ પણ થાય છે, જેથી ચાતુર્માસ ધર્મ વ્યક્તિ વિકાસ અને શરીરના આરોગ્ય માટે પણ ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. ચાતુર્માસ દરમિયાન કરવા ચોથનું વ્રત પણ આવતું હોય છે. આ દિવસે કરેલો ઉપવાસ દાંપત્ય જીવનમાં પ્રેમ અને વાત્સલ્ય ને વધારનારુ પણ માનવામાં આવે છે. કરવા ચોથના દિવસે ચંદ્ર કલાઓ અને નક્ષત્રના પ્રભાવ તેમજ સૂર્યના માર્ગનું સંમિશ્રણ શરીરગત અગ્નિ સાથે જોડાય છે. શરીર અને મનની સ્થિતિને તે સૌથી મજબૂત બનાવી આપે છે, જેથી કરવા ચોથના દિવસે કરેલો ઉપવાસ દાંપત્ય સુખને ચીર સ્થાયી બનાવવા માટે પણ મહત્વનો માનવામાં આવે છે.

ચાતુમાસને ધર્મ ભક્તિ વૈરાગ્ય અને જ્ઞાનના માસ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેથી સનાતન ધર્મમાં સૌથી મહત્વના અને મોટા તહેવારો પણ આ માસ દરમિયાન આવતા હોય છે. જેમાં ગુરુપૂર્ણિમા, હિંડોળા દર્શન, જયા પાર્વતી અને એવરત જીવરત વ્રત, નાગ પાંચમ, શીતળા સાતમ અને જન્માષ્ટમી, પવિત્રા એકાદશી, રક્ષાબંધન, ગણેશ ચતુર્થી, જળ જીલણી, એકાદશી દશેરા, શ્રાદ્ધ પર્વ, નવરાત્રી, પિતૃ તર્પણ માટે શ્રેષ્ઠ ભાદરવી અમાસ, શરદ પૂર્ણિમા, દિવાળી, નુતન વર્ષ, લાભપાચમ, અને દેવ ઉઠી એકાદશી, જેવા સનાતન ધર્મમાં સૌથી મહત્વના અને મોટા તહેવારો પણ ચાતુર્માસ દરમિયાન આવતા હોય છે, જેથી ચાતુર્માસને ધર્મ જ્ઞાન અને વૈરાગ્યની સાથે ઉત્સવ અને તહેવારોના માસ તરીકે પણ ઓળખવામાં આવે છે.

Advertisement
Tags :
Aajna SamacharBeginningBreaking News GujaratiChaturmasGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati Samac arGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article