કોલકત્તા દુષ્કર્મ અને હત્યા કેસના આરોપી વિરુદ્ધ મૃત્યુદંડની સજા પર હાઈકોર્ટ સંભાળાવશે નિર્ણય
નવી દિલ્હીઃ આજે R G Kar Collage માં બળાત્કાર અને હત્યા કેસમાં એકમાત્ર દોષિત સંજય રોયને મૃત્યુદંડની સજાની માંગ કરતી પશ્ચિમ બંગાળ સરકારની અરજી સ્વીકાર્ય છે કે નહીં તે અંગે કોલકાતા હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ પોતાનો ચુકાદો સંભળાવશે. પશ્ચિમ બંગાળ સરકાર અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) બંનેએ કોલકાતા હાઇકોર્ટના જસ્ટિસ દેવાંગસુ બસાક અને જસ્ટિસ શબ્બર રશીદીની ડિવિઝન બેન્ચ સમક્ષ રોય માટે મૃત્યુદંડની માંગ કરી છે. કોલકાતા હાઈકોર્ટના અગાઉના આદેશ બાદ સીબીઆઈએ રાજ્ય સરકારની અરજીનો વિરોધ કર્યો હતો કારણ કે તેના અધિકારીઓ સમગ્ર કેસની તપાસ કરી રહ્યા હતા.
પીડિતાના માતા-પિતાને અરજી દાખલ કરવાનો અધિકાર હતો
તેને ધ્યાનમાં રાખીને, કેન્દ્રીય એજન્સી અને પીડિતાના માતા-પિતાને અરજી દાખલ કરવાનો અધિકાર હતો, રાજ્ય સરકારને નહીં, કારણ કે રાજ્ય સરકાર આ કેસમાં પક્ષકાર નહોતી. સીબીઆઈ અને રાજ્ય સરકાર બંનેની અરજીઓની સ્વીકાર્યતા અંગેની સુનાવણી 27 જાન્યુઆરીએ પૂર્ણ થઈ હતી. પરંતુ ડિવિઝન બેન્ચે નિર્ણય મોફૂક રાખ્યો હતો અને આજે સવારે ચુકાદો સંભળાવવામાં આવશે. જોકે, રાજ્ય સરકારના વકીલે દલીલ કરી હતી કે આ ચોક્કસ કેસમાં રાજ્ય સરકાર ફોજદારી કાર્યવાહી સંહિતા (CrPC) ની કલમ 377 અને કલમ 378 હેઠળ અપીલ કરી શકે છે.
સીબીઆઈએ રાજ્ય સરકારની અરજીની સ્વીકાર્યતાને પડકારી હતી
ગયા મહિને કોલકાતાની એક ખાસ કોર્ટે ગયા વર્ષે ઓગસ્ટમાં R G Kar મેડિકલ કોલેજ અને હોસ્પિટલની મહિલા જુનિયર ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના ગુના બદલ રોયને આજીવન કેદની સજા ફટકારી હતી. ખાસ અદાલતના ન્યાયાધીશે કહ્યું કે આ ગુનાને "દુર્લભમાં દુર્લભ" કહી શકાય નહીં, તેથી એકમાત્ર દોષિતને મૃત્યુદંડની સજાને બદલે આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. જોકે, પહેલા પશ્ચિમ બંગાળ સરકાર અને પછી સીબીઆઈએ જસ્ટિસ બસાક અને જસ્ટિસ રશીદીની સમાન ડિવિઝન બેન્ચ સમક્ષ વિશેષ કોર્ટના આદેશને પડકાર્યો અને રોય માટે મૃત્યુદંડની માંગ કરી છે. તે જ સમયે, સીબીઆઈએ રાજ્ય સરકારની અરજીની સ્વીકાર્યતાને પડકારી હતી.