For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

આરોગ્ય વિભાગ દ્વારા શાળાઓમાં બાળકોની આરોગ્ય તપાસણીનો કાર્યક્રમ યોજાશે

02:32 PM Dec 01, 2024 IST | revoi editor
આરોગ્ય વિભાગ દ્વારા  શાળાઓમાં બાળકોની આરોગ્ય તપાસણીનો કાર્યક્રમ યોજાશે
Advertisement
  • શાળા આરોગ્ય - રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય અંગે સ્ટીયરિંગ કમીટીની બેઠક મળી,
  • કમિટીની બેઠકમાં વિવિધ આઠ એજન્ડા પર વિગતવાર ચર્ચા થઈ,
  • શાળાઓના 1.50 કરોડ બાળકોને સ્વાસ્થ્ય સંબંધી સ્ક્રિનીંગ વિના મૂલ્યે કરાય છે

 ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ડિસેમ્બર માસમાં શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમના આયોજન તથા સુચારૂ અમલીકરણ માટે શનિવારે ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી  ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં શાળા આરોગ્ય - રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની સ્ટીયરીંગ(માર્ગદર્શક) કમિટીની બેઠક યોજાઇ હતી. જેમાં યોજના સંબધિત બાળકલ્યાણ અર્થે વિવિધ મુદ્દાઓ સંદર્ભે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. ગત બેઠકમાં ચર્ચાયેલ મુદ્દાનું રિવ્યું કરીને , આ બેઠકના એજન્ડા પર વિગતવાર ચર્ચા હાથ ધરાઇ હતી.

Advertisement

શાળા આરોગ્ય - રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની સ્ટીયરીંગ(માર્ગદર્શક) કમિટીની બેઠકમાં  શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત અપાતી વિનામૂલ્યે નિદાન, સારવાર, સેવાઓ માટે ઈ-સાઈન થયેલા દસ્તાવેજ (ડોક્યુમેન્ટ)ને પણ માન્ય ગણવા જેવા એજન્ડા પર બહુપક્ષીય ચર્ચા હાથ ધરાઇ હતી. આ કાર્યક્રમમાં બાળકોની આરોગ્ય તપાસ અને સારવારની સાથે સાથે બાળકોના આરોગ્ય પર અસર કરતાં અન્ય પરિબળો અને પર્યાવરણનું પણ ધ્યાન રાખવામાં આવે છે. વધુમાં શાળાની સફાઈ પીવાના પાણીના સ્ત્રોતની સફાઇ, પોષણ યુક્ત આહાર માટેની જનજાગૃતિ, નિયમિત આરોગ્ય તપાસ, ઔષધિય રોપાઓનું વૃક્ષારોપણ, આઇ.એફ.એની દવાઓ સપ્લીમેન્ટેશન પ્રોગ્રામ, આરોગ્ય શિક્ષણ અને વિદ્યાર્થીઓને ડિજિટલ હેલ્થ કાર્ડ વગેરે જેવી વિવિધ પ્રવૃત્તિઓ પણ હાથ ધરાતી હોય છે.

અત્રે ઉલ્લેખની છે કે, શાળા આરોગ્ય – રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત હ્ર્દય સંબંધિત સર્જરી અને સારવાર, કિડની સારવાર, કિડની - ટ્રા‍ન્સપ્લા‍‍ન્ટ, કે‍ન્સર સારવાર, લીવર ટ્રા‍ન્સપ્લા‍‍ન્ટ, બોનમેરો ટ્રા‍ન્સપ્લા‍‍ન્ટ, કોકલીયર ઇમ્પ્લાન્ટ સર્જરી, ક્લબ ફૂટ અને ક્લેફ્ટલિપ પેલેટ જેવી સુપર સ્પેશીયાલીટી સારવાર અને સર્જરી કરવામાં આવે છે.

Advertisement

વર્ષ 2019-20થી વર્ષ  2024-25 (નવેમ્બર) માસ સુધીમાં 15,48,479 જેટલી હ્ર્દય સંબંધિત સર્જરી અને સારવાર, 27,226  કિડની સારવાર, 249 કિડની - ટ્રા‍ન્સપ્લા‍‍ન્ટ, 16,755 કે‍ન્સર સારવાર, 39  લીવર ટ્રા‍ન્સપ્લા‍‍ન્ટ, 211  બોનમેરો ટ્રા‍ન્સપ્લા‍‍ન્ટ, 3,260  કોકલીયર ઇમ્પ્લાન્ટ સર્જરી, 7,983 ક્લબ ફૂટ અને 6,541 ક્લેફ્ટલિપ પેલેટ જેટલી સુપર સ્પેશીયાલીટી સારવાર અને સફળ સર્જરી કરવામાં આવી છે.

આરોગ્ય વિભાગ દ્વારા દર વર્ષે રાજ્યના 1.50  કરોડ થી વધુ બાળકોનું સ્વાસ્થ્ય સંબંધિત સ્ક્રીનીંગ વિનામૂલ્યે કરવામાં આવે છે.

હાલ આ કાર્યક્રમ હેઠળ રાજ્યમાં 28 જેટલા ડિસ્ટ્રીક્ટ અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર કાર્યરત છે. જેમાં બાળકોની માનસિક તથા શારિરીક  ક્ષમતામાં સુધારા માટે વૃધ્ધિ વિકાસ, આનુસંગિક જ્ઞાન અને કુશળતા માટેની કામગીરી કરાય છે.

Advertisement
Tags :
Advertisement