For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 9થી 12માં વિષયદીઠ માળખુ જાહેર કરાયું

05:44 PM Nov 07, 2024 IST | revoi editor
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 9થી 12માં વિષયદીઠ માળખુ જાહેર કરાયું
Advertisement
  • ધોરણ 9 માટેના વિષય માળખામાં કુલ 10 વિષયો ફરજિયાત કરાયા,
  • ધોરણ 10માં ક્યુ ગણિત પસંદ કરવું તે પહેલાથી જ નક્કી કરી લેવું જોઈએ,
  • સાયન્સમાં જૂથ-1માં અંગ્રેજી, જૂથ-2માં ભાષાનો એક વિષય પસંદ કરવાનો રહેશે

ગાંધીનગરઃ ગુજરાત બોર્ડની શાળાઓમાં હાલ દિવાળીનું વેકેશન ચાલી રહ્યું છે, વેકેશન પહેલા જ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. 9 થી 12ની વાર્ષિક પરીક્ષા અને આ વર્ષે સૌ પ્રથમ વખત ફેબ્રુઆરીમાં લેવાનારી ધો.10 અને ધો.12ની બોર્ડ પરીક્ષા પહેલાં વિષય દીઠ માળખું જાહેર કર્યુ હતુ. વિદ્યાર્થીએ ધોરણ 10માં બેઝિક ગણિત અથવા સ્ટાડર્ન્ડ ગણિત પસંદ કરવાનું રહેશે.

Advertisement

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક બોર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ ધો.10 અને ધો.12ની બોર્ડ પરીક્ષા પહેલાં વિષય દીઠ માળખું જાહેર કરી દેવાયું છે. વિદ્યાર્થીએ ધોરણ 9થી નક્કી કરી લેવું જોઇએ કે તે ધોરણ 10માં કયું ગણિત લેશે, જેનાથી તેને ફાયદો થઇ શકે. ધોરણ 9માં જ ગણિતમાં ધ્યાન આપીને ધોરણ 10 માટેનો નિર્ણય લઇ શકાય છે. એન્જિનિયરિંગ કે મેડિકલમાં જવા ઇચ્છુક વિદ્યાર્થીઓએ ધોરણ 9થી ધોરણ 10 માટેના કયું ગણિત પસંદ કરવું તેની તૈયારી કરી લે તો ધોરણ 10માં સહેલાઇથી ગણિતમાં સ્કોર કરી શકાય છે. બોર્ડે જાહેર કરેલા માળખા મુજબ ધોરણ 9 માટેના વિષય માળખામાં 10 વિષયો ફરજિયાત કરાયા છે.

ગુજરાત શિક્ષણ બોર્ડે દ્વારા ધો. 9 થી 12નું વિષય માળખું જાહેર કર્યું છે. ધો.9માં ભાષાના 4 વિષય અને ધો.10માં ભાષાના 3 વિષયો સમાવાયા છે. ગુજરાત બોર્ડે તૈયાર કરેલું માળખું શાળાઓને મોકલાયું છે. ધો.12માં 7 અને ધો. 9 માટે 10 તેમજ સાયન્સ માટે 5 વિષય નક્કી કરાયા છે. સાયન્સમાં એ, બી અને એબી ગ્રૂપના વિષય પણ જાહેર કરાયા છે.

Advertisement

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ધો.9માં ભાષાના 4 વિષય અને ધો. 10માં ભાષાના 3 વિષયનો સમાવેશ કરાયો છે. સાયન્સમાં જૂથ-1માં અંગ્રેજી, જૂથ-2માં ભાષાનો એક વિષય પસંદ કરવાનો રહેશે. સાયન્સ માટે 5 વિષય નક્કી કરવામાં આવ્યા છે. સાયન્સમાં A, B અને AB ગ્રૂપના વિષય પણ જાહેર કર્યા છે. જૂથ-3માં ગ્રૂપ-એ અને ગ્રૂપ-બી માટે 3 વિષય તથા ગ્રૂપ-એબી માટે ચાર વિષય પસંદ કરવાના રહેશે.

Advertisement
Tags :
Advertisement