કમોસમી વરસાદથી પાકને થયેલા નુકસાનની ખેડૂતોને સરકાર કરશે સહાય
અમદાવાદઃ નાણામંત્રી કનુભાઈ દેસાઈની તેમજ અન્ય ધારાસભ્યઓ અને ખેડૂતોની ઓક્ટોબર માસમાં થયેલ કમોસમી વરસાદથી પાક નુકસાની સામે સહાય ચૂકવવા રજૂઆતો મળી છે. તો રાજ્યના કેટલાક જિલ્લાઓમાં આ માસમાં પાક નુકસાનના પ્રાથમિક અહેવાલ મળેલો છે.
આ જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે
જેમાં દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ ,સુરત, તાપી તેમજ મધ્ય અને ઉત્તર ગુજરાતના છોટાઉદેપુર, નર્મદા, આણંદ, અમદાવાદ અને સૌરાષ્ટ્રના અમરેલી, બોટાદ ,ભાવનગર, જામનગર રાજકોટ, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓનો સમાવેશ થાય છે.
નિયમ અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
જેમાં મુખ્ય અસરગ્રસ્ત પાકો મગફળી, ડાંગર ,કપાસ, સોયાબીન કઠોળ અને શાકભાજી છે. આ કિસ્સાઓમાં પણ સત્વરે નિયમ અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તદ્દનુસાર ઓકટોબર માસ માટે સહાય પેકેજ માટે અમલવારી કરવામાં આવનાર છે.