For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ભારત સરકારે વર્ષ 2026-27માં રવિ પાકોની ખરીદી માટે ટેકાના ભાવની જાહેરાત કરી

02:11 PM Oct 04, 2025 IST | revoi editor
ભારત સરકારે વર્ષ 2026 27માં રવિ પાકોની ખરીદી માટે ટેકાના ભાવની જાહેરાત કરી
Advertisement

નવી દિલ્હીઃ ભારત સરકારે વર્ષ ૨૦૨૬-૨૭માં રવિ પાકોની ખરીદી માટે ટેકાના ભાવની જાહેરાત કરી છે. ખેડૂતોને આર્થિક સુરક્ષા આપવા તેમજ તેમની ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવમાં ગત વર્ષની સરખામણીએ સરેરાશ ૪થી ૧૦ ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે. જેમાં સૌથી વધુ કસુંબીના ભાવમાં રૂ. ૬૦૦ પ્રતિ ક્વિન્ટલ, જ્યારે રાજ્યના મુખ્ય પાક ઘઉંમાં રૂ. ૧૬૦ પ્રતિ ક્વિન્ટલ, ચણામાં રૂ. ૨૨૫ પ્રતિ ક્વિન્ટલ અને રાયડામાં રૂ. ૨૫૦ પ્રતિ ક્વિન્ટલ જેટલો વધારો કરાયો છે.

Advertisement

ધરતીપુત્રોના હિતને વરેલી ભારત સરકારે વર્ષ ૨૦૨૬-૨૭માં રવિ પાકોની ખરીદી માટે ટેકાના ભાવની જાહેરાત કરી છે. ખેડૂતોને આર્થિક સુરક્ષા આપવા તેમજ તેમની ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવમાં ગત વર્ષની સરખામણીએ સરેરાશ ૪થી ૧૦ ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે. જેમાં સૌથી વધુ કસુંબીના ભાવમાં રૂ. ૬૦૦ પ્રતિ ક્વિન્ટલ, જ્યારે રાજ્યના મુખ્ય પાક ઘઉંમાં રૂ. ૧૬૦ પ્રતિ ક્વિન્ટલ, ચણામાં રૂ. ૨૨૫ પ્રતિ ક્વિન્ટલ અને રાયડામાં રૂ. ૨૫૦ પ્રતિ ક્વિન્ટલ જેટલો વધારો કરાયો છે.

રાજ્યમાં ઘઉં, જવ, ચણા, મસૂર, રાયડો અને કસુંબી જેવા રવિ પાકોના વાવેતરની શરૂઆત થાય તે પહેલાં જ ભારત સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરાતા ખેડૂતો હવે પોતાના પાકને મળનારા ભાવને ધ્યાને રાખી વાવેતર કરી શકશે. આટલા ટૂંકા ગાળામાં જ ટેકાના ભાવોની જાહેરાત કરવા બદલ કૃષિ મંત્રી રાઘવજી પટેલે રાજ્ય સરકાર તેમજ ગુજરાતના ખેડૂતો વતી આર્થિક બાબતોની કેબિનેટ કમિટીના અધ્યક્ષ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણનો આભાર વ્યક્ત કર્યો છે. આ ઉપરાંત ખેડૂતોના હિત માટે માટે પ્રયત્નશીલ રહી સતત માર્ગદર્શન આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો પણ તેમણે આભાર વ્યક્ત કર્યો છે.

Advertisement

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા દર વર્ષે ખરીફ અને રવિ પાકો માટે વાવેતર પહેલાં ટેકાના ભાવ જાહેર કરવામાં આવે છે, જેથી ખેડૂત મિત્રો આગોતરું આયોજન કરી શકે. વર્ષ ૨૦૨૬-૨૭માં ટેકાના ભાવની પોલીસી અંતર્ગત સમાવિષ્ટ ઘઉં માટે રૂ. ૨,૫૮૫ પ્રતિ ક્વિન્ટલ (રૂ. ૫૧૭ પ્રતિ મણ), જવ માટે રૂ. ૨,૧૫૦ પ્રતિ ક્વિન્ટલ (રૂ. ૪૩૦ પ્રતિ મણ), ચણા માટે રૂ. ૫,૮૭૫ પ્રતિ ક્વિન્ટલ (રૂ. ૧,૧૭૫ પ્રતિ મણ), મસૂર માટે રૂ. ૭,૦૦૦ પ્રતિ ક્વિન્ટલ (રૂ. ૧,૪૦૦ પ્રતિ મણ), રાયડા માટે રૂ. ૬,૨૦૦ પ્રતિ ક્વિન્ટલ (રૂ. ૧,૨૪૦ પ્રતિ મણ) અને કસુંબી માટે રૂ. ૬,૫૪૦ પ્રતિ ક્વિન્ટલ (રૂ. ૧,૩૦૮ પ્રતિ મણ) ભાવ જાહેર કરવામાં આવ્યો છે. આમ, વર્ષ ૨૦૨૪-૨૫ની સરખામણીએ વર્ષ ૨૦૨૫-૨૬માં જુદા-જુદા રવિ પાકો હેઠળ રૂ. ૧૬૦ થી રૂ. ૬૦૦ પ્રતિ ક્વિ.નો વધારો કરવામાં આવ્યો છે.

Advertisement
Tags :
Advertisement