રાજકોટમાં શહેર પોલીસના ચોથા વાર્ષિક રમતોત્સવને થયો પ્રારંભ
- પોલીસ કમિશનર બ્રિજેશકૂમાર ઝાએ રમતોત્સવને ખૂલ્લો મુક્યો,
- પોલીસ કર્મચારીઓમાં ટીમ સ્પીરીટની ભાવના કેળવાય તે માટે કર્યુ આયોજન,
- રમતોત્સવમાં 400થી વધુ કર્મચારીઓએ લીધો ભાગ
રાજકોટઃ શહેર પોલીસનો ચોથો વાર્ષિક રમતોત્સવનો શનિવારે પ્રારંભ થયો હતો, આ રમતોત્સવને શહેરના પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો હતો. શહેરમાં બંદોબસ્ત અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા સતત વ્યસ્ત રહેતી પોલીસમાં શારિરીક-માનસિક ફિટનેસ જળવાઈ રહે, શિસ્તતાની સાથે સાથે ટિમ સ્પિરિટ અને એકજુથ થઇ ટીમમાં કામ કરવાની ભાવના સાથે પરિવારની ભાવના કેળવાય તેવા આશયથી રમતોત્સવનું આયોજન દર વર્ષની જેમ કરવામાં આવ્યું છે. હાલ કોઈ બંદોબસ્ત ન હોવાથી શનિવારથી 5 દિવસ માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. રમતોત્સવમાં ટ્રેક એન્ડ ફીલ્ડમાં 09, ટીમ ગેમમાં 06 અને ઇન્ડોર ગેમ્સમાં 04 ઇવેન્ટનો સમાવેશ કરાયો છે.
રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા અને જોઈન્ટ પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર પોલીસ પરિવારમાં સદભાવના કેળવાય તેમજ માનસિક અને શારીરિક ફિટનેસ જળવાઇ રહે તેમજ પોલીસ અધિકારી-કર્મચારીઓ સ્ટેટ અને નેશનલ લેવલે પોલીસનું નામ રોશન કરે, રમત ગમતને પ્રોત્સાહન મળે તે હેતુથી શનિવારથી 5 દિવસ માટે એટલે કે તા.14 થી 18 ડિસેમ્બર સુધી શહેર પોલીસ દ્વારા ચોથા વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. આ વાર્ષિક રમતોત્સવ ટ્રેક એન્ડ ફીલ્ડમાં 09 ઇવેન્ટ, ટીમ ગેમમાં 06 ઇવેન્ટ અને ઇન્ડોર ગેમ્સમાં 04 ઇવેન્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં કુલ 04 ટીમો બનાવવામાં આવી છે. ડીસીપી ક્રાઇમ, ડીસીપી ઝોન-1, ડીસીપી ઝોન-2 અને ડીસીપી પીએચકયુના મહિલા અને પુરુષ જવાનો મળી આશરે 450 જેટલા ખેલાડીઓ ભાગ લઇ રહ્યા છે.
રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ જણાવ્યું હતું કે, ખાસ કરીને હાલમાં કોઈ બંદોબસ્ત ન હોવાથી આ 5 દિવસ માટે ખાસ આયોજન કરવામાં આવ્યુ છે કારણ કે પોલીસને સ્ટ્રેસ રહેતો હોય છે અને તેમાંથી બહાર રહી પરેડની સાથે સાથે શારિરીક ફિટનેસ જળવાઈ રહે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે શિસ્તતા જળવાઈ તેમજ ટિમ સ્પિરિટ સાથે એકજુથ થઇ કામ કરવા ભાવના કેળવાઈ અને પરિવારની ભાવના જળવાઇ રહે તે માટે આ બધી પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. સાથે મળી રમતોત્સવને હારજીતની ચિંતા કર્યા વગર આનંદ માણવા ખેલાડીઓને અપીલ કરી હતી.