ગુજરાતમાં પણ 'ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મને કર મુક્ત કરાઈ
અમદાવાદઃ શહેરના આશ્રમ રોડ પર આવેલા થિએટરમાં ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મ રજૂ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ભાજપના સંગઠન મંત્રી રત્નાકરે ફિલ્મ નિર્માત્રી એકતા કપૂર સાથે આ ફિલ્મ નિહાળી હતી.
ગોધરાકાંડ અને ત્યારબાદ ગુજરાતમાં ફાટી નીકળેલા તોફાનો આધારિત બનેલી આ "ધ સાબરમતી રિપોર્ટ" ફિલ્મ છે. ફિલ્મ નિહાળવાના પ્રસંગે અમદાવાદના સાંસદ દિનેશ મકવાણા, અને હસમુખ પટેલ તેમજ અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ અમિત શાહ અને ધારાસભ્યો પણ જોડાયા હતા.
ફિલ્મ નિહાળવા ફિલ્મ નિર્માત્રી એકતા કપૂર સાથે, તેમના પિતા અને ફિલ્મ અભિનેતા જીતેન્દ્ર અને સાથી કલાકારો પણ આવી પહોંચ્યા હતા. આ પ્રસંગે ફિલ્મ નિર્માત્રી એકતા કપૂર અને જીતેન્દ્ર કુમારે ફિલ્મના મેકિંગ અને કોન્સેપ્ટ અંગે ચર્ચા કરી હતી. ગૃહરાજ્ય હર્ષ સંઘવી અને શહેર ભાજપના પ્રમુખ અમિત શાહે ફિલ્મમાં ઉજાગર કરવામાં આવેલ સત્યતા બદલ ફિલ્મ નિર્માત્રી એકતા કપૂર અને સમગ્ર સ્ટાર કાસ્ટ ટીમને અભિનંદન આપ્યા હતા.
ફિલ્મ નિહાળ્યા પછી હર્ષ સંઘવીએ ગુજરાત સરકાર વતી આ ફિલ્મને રાજ્યના મનોરંજન કરમાંથી કરમુક્ત કરાવાની કરી જાહેરાત કરી હતી. ફિલ્મ નિહાળવા મોટી સંખ્યામાં ભાજપે પદ અધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યામ હતા તેમજ ભુપેન્દ્ર પટેલ , હર્ષ સંઘવી અને એકતા કપૂર. સાથે સેલ્ફી લીધી હતી...