હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

વડોદરાની IOCL રિફાઈનરીમાં લાગેલી ભીષણ આગ 15 કલાકે કાબુમાં આવી

05:54 PM Nov 12, 2024 IST | revoi editor
Advertisement

વડોદરાઃ શહેરના કોયલી ખાતેની IOCL રિફાઇનરીમાં ગઈકાલે સોમવારે બપોરના 3.30 વાગ્યે મોટો બ્લાસ્ટ થયો હતો. ત્યારબાદ રિફાઇનરીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ લાગતાંની સાથે જ ધૂમાડાના ગોટેગોટા નીકળ્યા હતા. આગને લીધે અફડા-તફડીનો માહોલ સર્જાયો હતો, ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો હતો. દરમિયાન રાત્રે 8.30 વાગ્યે ફરી રિફાઇનરીમાં 5 હજાર સ્કેલની વધુ એક ટેન્કમાં બ્લાસ્ટ થયો હતો. GSFCની ફાયરની એક બાદ એક ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી રહી છે. જેમાં અમદાવાદા, આણંદ, ગાંધીનગર સહિતની ફાયર વિભાગની 35થી વધુ બંબાઓ ફાયટરો સાથે દોડી ગયા હતા. IOCL રિફાઇનરીમાં ધડાકા સાથે થયેલા બે બ્લાસ્ટમાં બે લોકોના મોત નીપજ્યાં હતા, જ્યારે બેને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.  ફાયપ વિભાગ દ્વારા 15 કલાકથી વધુ જહેમત બાદ આજે સવારે 7 વાગ્યાની આસપાસ આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવાયો હતો.

Advertisement

વડોદરામાં IOCL રિફાઇનરીમાં બ્લાસ્ટ થયા બાદ ભિષણ આગ ફાટી નીકળી હતી. ભીષણ આગ વડોદરાના ફાયર વિભાગ દ્વારા કાબુમાં ન આવતા અમદાવાદ, આણંદ, હાલોલ, અંકલેશ્વર અને વડોદરા ગ્રામ્ય સહિતની ફાયર વિભાગની ગાડીઓ મંગાવવામાં આવી છે. આ આગની ઘટનામાં ફાઈનરીના ત્રણ કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા હતા, જેમાંથી બે ઇજાગ્રસ્ત કર્મચારીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતુ. જ્યારે અન્ય એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. તો બીજી તરફ આગ કાબૂમાં લેનારા એક ફાયરકર્મી પણ ઇજાગ્રસ્ત થયો હતો. હાલ ફાયરકર્મીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. 15 કલાક સુધી સમગ્ર કોયલી વિસ્તાર ફાયરબ્રિગેડ અને એમ્બ્યુલન્સના અવાજથી ગુંજતો જવા મળ્યો હતો.

ફાયર વિભાગના સૂત્રોએ જણાવ્યુ હતું કે, આઇઓસીએલ કંપનીમાં બેન્ઝિનની 5 હજાર કિલો લીટર ક્ષમતા ધરાવતી ટેન્ક હતી. જેમાં આ પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. બેન્ઝીનએ અત્યંત જવલંતશીલ પદાર્થ છે. બેન્ઝીનએ ઘણા રસાયણોમાં કાચા માલ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. તે એક જ્વલનશીલ પદાર્થ તરીકે ૫ણ કેટલાક સ્થળોએ ઉપયોગમાં લેવામાં આવે છે. બેન્ઝીનએ ડાયરમાંથી મળતો પારદર્શી પદાર્થ છે. ભીષણ આગને લીધે કાયલી ગામના રહેવાસી અને IOCL રિફાઇનરીમાં કામ કરતા શેલૈષ મકવાણા નામના કર્મચારીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતુ..

Advertisement

ફાયર વિભાગ દ્વારા બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો હતો. આ સાથે જ રાજ્યની તમામ ફોમ ધરાવતી ફાયરની ગાડીઓને અહીંયા આવવા માટે કોલ અપાયો છે. બ્રિગેડ કોલ એટલે એવો કોલ કે, જ્યારે કટોકટીની પરિસ્થિતિમાં જ્યારે સ્થાનિક પ્રશાસન પહોંચી નથી વળતું ત્યારે આસપાસના વિસ્તારોમાંથી જે કેમિકલને કંટ્રોલ કરવા માટેનું જે ફોમ છે તે અંતર્ગત આ કોલ જાહેર કરવામાં આવે છે. ફાયરના જવાનોએએ 15 કલાકની સતત મહેનત બાદ આગને કાબુમાં લીધી હતી.

Advertisement
Tags :
Aajna SamacharBreaking News Gujaratifire under control in 15 hoursGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharIOCL RefineryLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharvadodaraviral news
Advertisement
Next Article