હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં ઉમેદાવારોના ભાવીનો આજે થશે ફેંસલો

07:58 AM Nov 23, 2024 IST | revoi editor
Advertisement

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકોની ચૂંટણી અને નાંદેડ લોકસભા બેઠક પરની પેટાચૂંટણી માટે મત ગણતરીની તમામ તૈયારીઓ ચૂંટણીપંચ દ્વારા પૂર્ણ કરી લેવામાં આવી છે. શનિવારે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. મહારાષ્ટ્રની સાથે ઝારખંડ વિધાનસભા ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત વિવિધ રાજ્યમાં ખાલી પડેલી વિધાનસભાની બેઠકો અને લોકસભાની બેઠકો ઉપર થયેલા મતદાનનું પણ શનિવારે પરિણામ જાહેર કરવામાં આવશે.

Advertisement

દરમિયાન મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી અધિકારીના જણાવ્યા અનુસાર, રાજ્યની 288 વિધાનસભા મતવિસ્તાર માટે 288 મતગણતરી કેન્દ્રો અને નાંદેડ લોકસભા મતવિસ્તાર માટે 01 મતગણતરી કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે. વિધાનસભા ચૂંટણીની મતગણતરી માટે 288 મતગણતરી નિરીક્ષકોની નિમણૂંક કરવામાં આવી છે અને નાંદેડ લોકસભા મતવિસ્તાર માટે બે મતગણતરી નિરીક્ષકોની નિમણૂંક કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે 20 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થયું હતું. 65 ટકાથી વધુ મતદાન નોંધાયું હતું. તમામ મતદાન મથકો પર 23 નવેમ્બરે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી થશે. આ પછી સવારે 8.30 વાગ્યાથી EVM મતોની ગણતરી શરૂ થશે. પોસ્ટલ બેલેટની મોટી સંખ્યાને કારણે, 288 મતદાન મથકો પર તેમની ગણતરી માટે 1 હજાર 732 ટેબલો અને ETPBMS સ્કેનિંગ માટે 592 ટેબલો સ્થાપિત કરવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રમાં તમામ ઉમેદવારો અને રાજકીય પક્ષોને મતગણતરી કેન્દ્રો વિશે લેખિત માહિતી આપવામાં આવી છે. સીલબંધ સ્ટ્રોંગ રૂમ નિરીક્ષકો અને ઉપસ્થિત ઉમેદવારો અથવા તેમના પ્રતિનિધિઓની હાજરીમાં ખોલવામાં આવશે અને EVMને મતગણતરી કેન્દ્ર પર લઈ જવામાં આવશે. ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર 3 સ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આ વખતે ચૂંટણી કર્મચારીઓને 4 લાખ 66 હજાર 823 પોસ્ટલ બેલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Advertisement

મહાયુતિમાં ભાજપ, શિવસેના અને એનસીપીનો સમાવેશ થાય છે, જ્યારે મહાવિકાસ અઘાડીમાં કોંગ્રેસ, એનસીપી અને શિવસેનાનો સમાવેશ થાય છે. રાજ્યમાં હાલમાં મહાયુતિની સરકાર છે, જેનું નેતૃત્વ શિવસેના નેતા એકનાથ શિંદે કરી રહ્યા છે. દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર તેમની સરકારમાં નાયબ મુખ્યમંત્રી છે.

 

Advertisement
Advertisement
Next Article