સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 16 કોર્સના સેમેસ્ટર-3ની પરીક્ષાના ફોર્મ 30મી સપ્ટેમ્બર સુધી ભરાશે
- સેમેસ્ટર-3મી પરીક્ષાઓ 25મી નવેમ્બરથી લેવાય એવી શક્યતા,
- વિદ્યાર્થીઓ પરીક્ષાના ફોર્મ યુનિની વેબસાઈટ પર ઓનલાઈન ભરી શકશે,
- પરીક્ષા ફી પણ ઓનલાઈન જ ભરવાની રહેશે.
રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના ત્રીજા સેમેસ્ટરના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફોર્મ ભરવાનો પ્રારંભ કરાયો છે. તા. 30મી સપ્ટેમ્બર સુધી પરીક્ષાના ફોર્મ ભરી શકાશે. સેમેસ્ટર-3ની પરીક્ષા 25 નવેમ્બર, 2025થી લેવામાં આવે તેવી શક્યતા છે. સેમેસ્ટર-3ના પરીક્ષા ફોર્મ exam.saurashtrauniversity.edu વેબસાઇટ પર ઓનલાઈન ભરી શકાશે. કોલેજ/સંસ્થાના લોગીન મારફત વિદ્યાર્થીઓના એનરોલમેન્ટ/એન્લીસ્ટમેન્ટ નંબર દાખલ કરીને પ્રિ-પ્રિન્ટેડ ફોર્મ ડાઉનલોડ અથવા પ્રિન્ટ કરી શકાશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરીક્ષા વિભાગે જાહેરાત કરી છે કે, સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના ત્રીજા સેમેસ્ટરના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા ફોર્મ ભરવાનો પ્રારંભ કરાયો છે. તા. 30મી સપ્ટેમ્બર સુધી પરીક્ષાના ફોર્મ ભરી શકાશે. ત્રીજા સેમેસ્ટરની વિવિધ કોર્સોની પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી કરવી ફરજિયાત રહેશે. પરીક્ષા ફી પણ ઓનલાઈન જ ભરવાની રહેશે. કોઈ પણ સંજોગોમાં ઓફલાઈન પેમેન્ટ સ્વીકારવામાં આવશે નહીં. કોલેજો દ્વારા વિદ્યાર્થીઓના નામ, વિષય, ફોટા તથા એનરોલમેન્ટ નંબરની સચોટ ચકાસણી કરવી ફરજિયાત રહેશે.
પરીક્ષા વિભાગના કહેવા મુજબ યુનિવર્સિટીની થિયરી પરીક્ષા પાસ કરી ચૂકેલા પરંતુ આંતરિક (Internal) પરીક્ષા બાકી રહેલા વિદ્યાર્થીઓએ પણ ફોર્મ ભરવું જરૂરી રહેશે. કોલેજો દ્વારા ભરાયેલા તમામ ફોર્મ તથા મેમોની નકલ સાચવી રાખવી ફરજિયાત રહેશે. ત્રીજા સેમેસ્ટરની પરીક્ષાઓ 25 નવેમ્બર 2025થી શરૂ થવાની શક્યતા છે. વિદ્યાર્થીઓએ જુદા-જુદા 16 કોર્સના પરીક્ષા ફોર્મ યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર ઓનલાઇન જ ભરવાના રહેશે. જે તે કોર્સની ફી પણ ઓનલાઇન જ ભરવાની રહેશે.