આતંકવાદ સામે ભારત સરકારની 'ઝીરો ટોલરન્સ'ની નીતિને સમગ્ર વિશ્વએ વખાણી છેઃ અમિત શાહ
નવી દિલ્હીઃ 26/11ની 16મી વરસી પર અમિત શાહે x પર પોસ્ટ કરી છે લખ્યું કે આતંકવાદ સમગ્ર માનવ સભ્યતા પર કલંક છે. આતંકવાદ સામે મોદી સરકારની 'ઝીરો ટોલરન્સ'ની નીતિને સમગ્ર વિશ્વએ વખાણી છે અને આજે ભારત આતંકવાદ વિરોધી પહેલોમાં વિશ્વ અગ્રેસર બની ગયું છે.
આજે 26/11ના મુંબઈ આતંકવાદી હુમલાની 16મી વરસી છે. આ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહે હુમલામાં જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ આપી હતી. ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટર પર લખ્યું કે 2008માં આજના દિવસે મુંબઈમાં કાયર આતંકવાદીઓએ નિર્દોષ લોકોની હત્યા કરીને માનવતાને શરમમાં મૂકી દીધી હતી. 26/11ના મુંબઈ હુમલામાં આતંકવાદીઓ સામે લડતા લડતા શહીદ થયેલા જવાનોને હું મારી હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને જે લોકોએ જીવ ગુમાવ્યો છે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.
ગૃહમંત્રીએ એમ પણ લખ્યું કે આતંકવાદ એ સમગ્ર માનવ સભ્યતા પર કલંક છે. આતંકવાદ સામે મોદી સરકારની 'ઝીરો ટોલરન્સ'ની નીતિને સમગ્ર વિશ્વએ વખાણી છે અને આજે ભારત આતંકવાદ વિરોધી પહેલોમાં વિશ્વમાં અગ્રેસર બન્યું છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે લખ્યું કે, 26/11ના મુંબઈ આતંકી હુમલાની વરસી પર, દેશ તે દિવસે જીવ ગુમાવનારા લોકોને યાદ કરે છે. અમે તે સુરક્ષા જવાનોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ જેમણે અત્યંત હિંમત સાથે લડત આપી અને ફરજની લાઇનમાં સર્વોચ્ચ બલિદાન આપ્યું. અમને તે ઘા યાદ છે અને અમે તેમને ક્યારેય ભૂલીશું નહીં.