લોકસભામાં આપત્તિ વ્યવસ્થાપન (સુધારા)વિધેયક, 2024ને રજૂ કરાયું
નવી દિલ્હીઃ લોકસભામાંઆપત્તિ વ્યવસ્થાપન (સુધારા)વિધેયક, 2024ને વિચારણા અને પસારકરવા માટે રજૂ કરાયું. આ વિધેયક,આપત્તિ વ્યવસ્થાપન (સુધારા)વિધેયક 2005માં સુધારો કરવા માંગે છે અને તેનો હેતુ રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સંસ્થા અને રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સંસ્થાની કાર્યક્ષમ કામગીરીને મજબૂત કરવાનો છે. આ વિધેયક રાષ્ટ્ર અને રાજ્યને રાષ્ટ્રીય કાર્યકારી સમિતિ અને રાજ્ય કાર્યકારી સમિતિને બદલે રાષ્ટ્રીય સ્તરે અને રાજ્યસ્તરે આપત્તિ યોજના તૈયાર કરવાની સત્તા આપે છે. આ વિધેયક રાજ્ય સરકારને મહાનગરપાલિકા સાથે રાજ્યની રાજધાનીઓ અને શહેરો માટે અલગ શહેરી આપત્તિ વ્યવસ્થાપનની રચના કરવાની પણ સત્તા આપે છે..
ખરડાને રજૂ કરતાં , ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું હતું કે, સરકારે આપત્તિ વ્યવસ્થાપન નીતિઓમાં સુધારો કરવા અને કુદરતી આફતોનો સામનો કરવા માટે એક મજબૂત ઇકોસિસ્ટમ બનાવવા માટે ઘણા પગલાં લીધાં છે જેણે માનવ જીવન અને સંપત્તિના નુકસાનમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે આપત્તિ વ્યવસ્થાપન સમિતિમાં નિષ્ણાતોનો સમાવેશ કરવાનું સૂચન કર્યું હતું. તેમણે આફત દરમિયાન તેમના પરિવારના સભ્યો અને સંપત્તિ ગુમાવનારા લોકોને કાનૂની બાંયધરી આપવાની પણ હિમાયત કરી હતી. તેમણે વાયનાડમાં ભૂસ્ખલન, ચેન્નાઈમાં પૂર અને કર્ણાટકમાં દુષ્કાળના ઉદાહરણો ટાંક્યા હતા. તૃણમૂલ કોંગ્રેસના સભ્ય કલ્યાણ બેનર્જીએ આરોપ લગાવ્યો કે પ્રસ્તાવિત બિલ રાજ્યોની સત્તા પર અતિક્રમણ કરે છે અને સંઘીય માળખાને નષ્ટ કરે છે. તેમણે કહ્યું કે તે આપત્તિ રાહત ભંડોળ પરકેન્દ્રીય નિયંત્રણમાં વધારો કરે છે.. આ ચર્ચા અનિર્ણિત રહી હતી.