For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

બોલીવુડના જાણીતા અભિનેતાની પ્રથમ પત્ની હેલેના લ્યુકનું નિધન

09:00 AM Nov 06, 2024 IST | revoi editor
બોલીવુડના જાણીતા અભિનેતાની પ્રથમ પત્ની હેલેના લ્યુકનું નિધન
Advertisement

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તીની પ્રથમ પત્ની હેલેના લ્યુકનું નિધન થયું છે. રિપોર્ટ્સ અનુસાર, હેલેના લ્યુકનું તાજેતરમાં જ નિધન થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે હેલેનાનું નિધન અમેરિકામાં થયું હતું. પ્રખ્યાત ડાન્સર અને અભિનેત્રી કલ્પના અય્યરે હેલેનાના મૃત્યુની માહિતી સોશિયલ મીડિયા પર શેર કરી છે. જો રિપોર્ટ્સનું માનીએ તો હેલેનાની તબિયત ઘણા સમયથી ઠીક નહોતી. પરંતુ તેણે ડોક્ટરની સલાહ લીધી ન હતી. હેલેનાના મૃત્યુનું સાચું કારણ હજુ સામે આવ્યું નથી.

Advertisement

મિથુન ચક્રવર્તી અને હેલેનાએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. આમાં આઓ પ્યાર કરે, દો ગુલાબ અને સાથ-સાથ જેવી ઘણી ફિલ્મોનો સમાવેશ થાય છે. બંને પહેલી નજરમાં જ એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા. સારિકા સાથેના બ્રેકઅપ બાદ મિથુન ચક્રવર્તી હેલેનાને મળ્યા હતા. તે પહેલી જ મુલાકાતમાં તેના પ્રેમમાં પડ્યો હતો. જે બાદ બંનેએ લગ્ન કરી લીધા હતા.

મિથુન અને હેલેનાના લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા ન હતા. લગ્નના માત્ર 4 મહિના બાદ જ આ કપલ અલગ થઈ ગયું હતું. મિથુને હેલેના સાથે લગ્ન કર્યા ત્યારે તે તેની કારકિર્દીની ટોચ પર હતી. લગ્નના 4 મહિના પછી બંને અલગ થઈ ગયા. તે પછી મિથુન ચક્રવર્તીના જીવનમાં યોગિતા બાલી આવી અને ડેટિંગ કર્યા પછી બંનેએ લગ્ન કરી લીધા.

Advertisement

હેલેનાને મર્દ ફિલ્મથી લોકપ્રિયતા મળી હતી. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન લીડ રોલમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં હેલેનાએ બ્રિટિશ રાણીની ભૂમિકા ભજવી હતી. આ રોલથી તે ફેમસ થઈ ગઈ. આ પછી તેને ઘણી ફિલ્મોની ઓફર થવા લાગી.

Advertisement
Tags :
Advertisement