For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

પાટણ યુનિના ઘર્ષણના મામલે ફરિયાદ બાદ કોંગ્રેસના ધારાસભ્ય પોલીસ મથકે હાજર થયા

05:41 PM Dec 26, 2024 IST | revoi editor
પાટણ યુનિના ઘર્ષણના મામલે ફરિયાદ બાદ કોંગ્રેસના ધારાસભ્ય પોલીસ મથકે હાજર થયા
Advertisement
  • પોલીસે કોંગ્રેસના ધારાસભ્યની કરી ધરપકડ,
  • ધારાસભ્યના સમર્થકો પોલીસ મથકે દોડી ગયા,
  • અગાઉ 21 કાર્યકરોને ધરપકડ બાદ જામીન મુક્ત કરાયા હતા

પાટણઃ  હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં  રજૂઆત કરવા માટે ગયેલા પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ સહિતના લોકો અને પોલીસ તેમજ યુનિ.ના અધિકારી વચ્ચે થયેલા ઘર્ષણ મામલે થયેલી ફરિયાદ અંગે કોર્ટમાં આગોતરા જામીન અરજી પાછી ધકેલાતા પાટણના કોંગસના ધારાસભ્ય સહિત 21 લોકો વહેલી સવારે પોલીસ મથકે હાજર થતાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. ધારાસભ્ય  કિરીટ પટેલ સહિત 21 કાર્યકરો વહેલી સવારે પોલીસ મથકે હાજર થયાના સમાચાર મળતાં જ તેમના સમર્થકો પણ પોલીસ મથકે દોડી આવ્યા હતા.

Advertisement

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં દારૂ મામલે રજૂઆત કરવા જતાં થયેલા પોલીસ સાથે થયેલા ઘર્ષણ અંગે ફરિયાદ નોંધાતા ધારાસભ્ય કિરીટ પટેલ સહિત 21 લોકોની સોમવારે રોજ કોર્ટમાં આગોતરા જામીન અરજીની કાર્યવાહી સમયે સરકારી વકીલ દ્વારા આ કેસમાં અગત્યની માહિતી મેળવવાની હોવાથી મંગળવારની મુદત માંગવામાં આવતાં કોર્ટે મંગળવારની તારીખ આપી હતી. અને ફરીથી સુનાવણી હાથ ધરવામા આવી હતી. જેમાં સરકારી વકીલને સમય માંગતા ફરી 26 ડીસેમ્બરને ગુરુવારે મુદત પડી હતી. ત્યારે આજે ધારાસભ્ય ડો.કિરીટ પટેલ, પુર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઈ દેસાઇ સહિત તમામ આગેવાનો કાર્યકરો સવારે 6 વાગે બી ડીવીઝન પોલીસ મથકે હાજર થતાં તેમની ધરપકડ કરવામાં આવી હતી.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણમાં કોંગ્રેસ અને એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા પોલીસ અને યુનિવર્સિટીના અધિકારીઓ સાથે ઘર્ષણ મામલે 14 વ્યક્તિઓની નામજોગ અને 200 વ્યક્તિઓના ટોળા સામે પાટણ બી ડિવિઝન પોલીસ મથક ખાતે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં અત્યાર સુધીમાં પોલીસ દ્વારા કોંગ્રેસ અને એનએસયુઆઈના 12 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને તેઓ જામીન પર મુક્ત થયા હતા. જ્યારે પાટણની સેશન્સ કોર્ટમાં પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઘેમરભાઈ દેસાઈએ પોતાની ધરપકડ ટાળવા માટે તેઓના વકીલ દ્વારા આગોતરા જામીન અરજી મૂકવામાં આવી હતી. ત્યારે શનિવારે પાટણ સેશન્સ કોર્ટમાં જામીન અરજીની સુનાવણી સમયે પોલીસ અધિકારી દ્વારા કોર્ટમાં સોગંદનામુ રજૂ કરવામાં ન આવતા તેમજ મુખ્ય સરકારી વકીલ પણ બહાર ગયેલા હોઈ સેશન્સ કોર્ટના જજ દ્વારા સોમવારે આગોતર જામીન અરજીની સુનાવણીની તારીખ આપી હતી. ​​​​​​સોમવારે સરકારી વકીલ દ્વારા આ કેસમાં કેટલીક મહતવની અને અગત્યની માહિતી મેળવવાની હોય મંગળવારની મુદત માંગવામાં આવી હતી જેને કોર્ટે માન્ય રાખીને મંગળવારની મુદત આપતા હવે આજે ત્રણ વ્યક્તિઓના આગોતરા - જામીન માટેની ફરી અરજીની સુનાવણી હાથ ધરવામા આવી હતી. જેમાં સરકારી વકીલને સમય માંગતા 26 ડીસેમ્બર ગુરુવારની મુદત પડી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement