હરિયાણાના મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી
નવી દિલ્હીઃ હરિણામાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયાં છે. જેમાં ભાજપાને સ્પષ્ટ બહુમતી મળતા હવે ભાજપાએ નવી સરકારના ગઠન માટે કવાયત શરૂ કરી છે. દરમિયાન આજે હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ X પર એક પોસ્ટમાં લખ્યું હતું કે, "હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની જીને મળ્યો અને વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મળેલી ઐતિહાસિક જીત બદલ તેમણે શુભેચ્છા અને અભિનંદન આપ્યા. મને વિશ્વાસ છે કે વિકસિત ભારતના સંકલ્પમાં હરિયાણાની ભૂમિકા વધુ મહત્વપૂર્ણ થવા જઈ રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. જમ્મુ-કાશ્મીરમાં ઈન્ડિ ગઠબંધનને સ્પષ્ટ બહુમતી મળી છે. જ્યારે હરિયાણામાં સતત ત્રીજીવાર ભાજપાની જીત થઈ છે. હરિયાણાના ચૂંટણી પરિણામોએ રાજકીય પંડિતોની ગણતરીને પણ ખોટી ઠેરવી છે. આ ચૂંટણીમાં ભાજપનો પરાજય થશે અને કોંગ્રેસની સરકાર બનશે તેવુ મનાતું હતું. જો કે, મતદારોએ તમામને ખોટા પાટીને ફરી એકવાર ભાજપા ઉપર પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.