For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

નર્મદ યુનિવર્સિટીના કૂલપતિએ હેલ્મેટ પહેરીને આવવા વિદ્યાર્થીઓને હાથ જોડ્યા

06:43 PM Nov 25, 2024 IST | revoi editor
નર્મદ યુનિવર્સિટીના કૂલપતિએ  હેલ્મેટ પહેરીને આવવા વિદ્યાર્થીઓને હાથ જોડ્યા
Advertisement
  • પોલીસ વડાના આદેશ બાદ દ્વીચક્રી વાહનચાલકોને હેલ્મેટ પહેરવાની શીખામણ,
  • યુનિવર્સિટીના પ્રધ્યાપકો, કર્મચારીઓ એક સપ્તાહ સુધી વિદ્યાર્થીઓને સમજાવશે,
  • સપ્તાહ બાદ હેલ્મેટ પહેર્યો હશે તો જ દ્વીચક્રી વાહનચાલકોને યુનિમાં પ્રવેશ અપાશે

Advertisement

સુરતઃ ગુજરાતમાં અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. મોટાભાગના દ્વીચક્રી વાહનોના અકસ્માતોમાં વાહનચાલકોએ હેલ્મેટ ન પહેર્યો હોવાથી માથાના ભાગે ઈજાઓ થવાથી મોત નિપજતા હોય છે, હાઈકોર્ટે પણ હેલ્મેટના નિયમોનું કડક પાલન કરાવવા માટે સરકારને નિર્દેશ આપ્યા બાદ રાજ્યના પોલીસ વડાએ તમામ યુનિવર્સિટીઓના કૂલપતિઓને પત્ર લખીને કોલેજ કે યુનિવર્સિટીમાં દ્વીચક્રી વાહનો પર આવતા વિદ્યાર્થીઓ હેલ્મેટના નિયનોનું પાલન કરે તે માટે વિનંતી કરી હતી. આથી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં કૂલપતિએ દરવાજા પાસે ઊભા રહીને વિદ્યાર્થીઓને સમજાવવાના પ્રયાસો શરૂ કર્યા છે.

કોલેજ, યુનિવર્સિટી કેમ્પસમાં ફરજિયાત હેલ્મેટ પહેરીને જવાનો રાજયના પોલીસ વડાએ આદેશ કર્યા બાદ નર્મદ યુનિવર્સિટી દ્વારા ફરજિયાત હેલ્મેટ પહેરવા માટે ઝુંબેશ ઉપાડી હતી. જેમાં એક સપ્તાહ સુધી અધ્યાપકો, ટીચરો,  દ્વારા વિદ્યાર્થીઓને સમજાવવામાં આવશે ત્યારબાદ હેલ્મેટ ફરજિયાત પહેરીને જ કેમ્પસમાં દાખલ કરવાનો નિયમ લાગુ કરી દેવાશે.

Advertisement

તાજેતરમાં જ રાજયના પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક નિયમની અમલવારી કરવા માટે સ્કુલ, કોલેજ, યુનિવર્સિટી કેમ્પસમાં દ્વી-ચક્રી વાહનો લઇને આવનારા અધિકારી, કર્મચારી, સ્ટાફ કે વિદ્યાર્થીઓ માટે ફરજિયાત હેલ્મેટ પહેરીને જ અંદર એન્ટ્રી આપવા માટે આદેશ કરાયો છે. આ આદેશના પગલે નર્મદ યુનિવર્સિટીના કુલપતિ ડૉ.કિશોરસિહ ચાવડા દ્વારા આજથી ઝુંબેશ ઉપાડી છે.  કુલપતિ, રજિસ્ટ્રાર અને સુરક્ષા અધિકારી ત્રણેય નર્મદ યુનિવર્સિટીના ગેટ પર પહોંચી ગયા હતા. અને કેમ્પસમાં આવનારા વિદ્યાર્થી, સ્ટાફને હેલ્મેટની આવશ્યકતાઓ સમજાવવામાં આવી હતી.અને ફરજિયાત હેલ્મેટ પહેરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. દરમ્યાન એક પખવાડિયુ આ ઝુંબેશ ચાલશે. અને ત્યારબાદ કેમ્પસમાં નો હેલ્મેટ નો એન્ટ્રીનો નિયમ લાગુ કરાશે.

Advertisement
Tags :
Advertisement