For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

31 જાન્યુઆરીથી સંસદનું બજેટ સત્ર શરૂ થશે, નાણામંત્રી સીતારમણ બજેટ રજૂ કરશે

02:21 PM Jan 18, 2025 IST | revoi editor
31 જાન્યુઆરીથી સંસદનું બજેટ સત્ર શરૂ થશે  નાણામંત્રી સીતારમણ બજેટ રજૂ કરશે
Advertisement

નવી દિલ્હીઃ કેન્દ્રની મોદી સરકારે આગામી બજેટ સત્રની તૈયારીઓ શરૂ કરી દીધી છે. બીજી તરફ નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ બજેટને લઈને બેઠકનો દોર શરૂ કર્યો છે. દરમિયાન આગામી બટેજ સત્ર તા. 31મી જાન્યુઆરીના રોજ શરૂ થશે અને 1લી ફ્રેબુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતરમણ બજેટ રજુ કરશે. આ બજેટ સત્ર પણ તોફાની રહેવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.

Advertisement

સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે. પહેલા દિવસે રાષ્ટ્રપતિનું ભાષણ થશે અને 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવામાં આવશે. બજેટ સત્રનો પહેલો તબક્કો 31 જાન્યુઆરીથી 13 ફેબ્રુઆરી સુધી ચાલશે અને બીજો તબક્કો 10 માર્ચથી 4 એપ્રિલ સુધી ચાલશે. આ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણ દેશનું બજેટ રજૂ કરશે. દર વખતની જેમ આ વખતે પણ નાણામંત્રી 1 ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ કરશે. આ સમયગાળા દરમિયાન, સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક પછી આર્થિક સર્વે રજૂ કરવામાં આવશે.

બજેટ સત્રનો બીજો તબક્કો 10 માર્ચથી 4 એપ્રિલ સુધી ચાલશે. સત્ર દરમિયાન દિલ્હી ચૂંટણીના દિવસે સંસદમાં કોઈ કાર્યવાહી થશે નહીં. રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા 3 ફેબ્રુઆરીથી શરૂ થશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળનું આ પહેલું બજેટ સત્ર હશે. અઢારમી લોકસભાની ચૂંટણી પછી મોદી સરકાર પૂર્ણ બજેટ રજૂ કરશે.

Advertisement

આ પહેલા થયેલા શિયાળુ સત્રમાં ભારે હોબાળો થયો હતો. સંસદના શિયાળુ સત્રનો મોટાભાગનો સમય હંગામામાં ખોરવાઈ ગયો. તે દરમિયાન, સત્રના પહેલા ચાર દિવસ માટે ગૃહની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. જોકે, હાલમાં બજેટ સત્ર દરમિયાન હોબાળો થવાની કોઈ શક્યતા નથી. કોંગ્રેસ સામે પડકાર એ રહેશે કે ઈન્ડી ગઠબંધન તૂટતું જાય છે ત્યારે તેને એકતામાં રાખવું. સંસદના શિયાળુસત્રમાં લોકસભાની કુલ 20 બેઠકો અને રાજ્યસભાની 19 બેઠકો યોજાઈ હતી.

(PHOTO-FILE)

Advertisement
Tags :
Advertisement