પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીનો આજથી પ્રારંભ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફી (BGT) આજથી શરૂ થઈ છે. પાંચ મેચની ટેસ્ટ સિરીઝની પહેલી મેચ પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન જસપ્રીત બુમરાહએ ટૉસ જીતીને પહેલા બેટિંગ લીધી છે. ભારત તરફથી ઓલરાઉન્ડ નીતિશ રેડ્ડી અને હર્ષિત રાણાએ ડેબ્યુ કર્યું છે. હર્ષિત રાણા અને નીતિશ કુમાર રેડ્ડીને અનુક્રમે અશ્વિન અને વિરાટ કોહલી દ્વારા તેમની પ્રથમ ટેસ્ટ કેપ આપવામાં આવી હતી. ભારતીય કાર્યકારી કેપ્ટન જસપ્રિત બુમરાહે આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
ટોસ જીત્યા બાદ બુમરાહે કહ્યું, "અમે પહેલા બેટિંગ કરવા જઈ રહ્યા છીએ, અમને અમારી તૈયારીને લઈને ઘણો વિશ્વાસ છે. અમે 2018માં અહીં ટેસ્ટ મેચ રમી હતી, તેથી અમને ખબર છે કે શું અપેક્ષા રાખવી જોઈએ.
બન્ને ટીમની પ્લેઇંગ-11
ઓસ્ટ્રેલિયા (પ્લેઇંગ ઇલેવન): ઉસ્માન ખ્વાજા, નાથન મેકસ્વિની, માર્નસ લેબુશેન, સ્ટીવન સ્મિથ, ટ્રેવિસ હેડ, મિચેલ માર્શ, એલેક્સ કેરી (wk), પેટ કમિન્સ (c), મિચેલ સ્ટાર્ક, નાથન લિયોન, જોશ હેઝલવુડ.
ભારત (પ્લેઇંગ ઇલેવન): કેએલ રાહુલ, યશસ્વી જયસ્વાલ, દેવદત્ત પડીક્કલ, વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટમેન), ધ્રુવ જુરેલ, નીતિશ રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, હર્ષિત રાણા, જસપ્રિત બુમરાહ (સી), મોહમ્મદ સિરાજ.