જગદ્ ગુરૂ આદિ શંકરાચાર્યજીનો જન્મોત્સવ શિવાનંદ આશ્રમ ખાતે ઊજવાશે
• કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન પ.પૂ. સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજી સંભાળશે
• પ.પૂ. સ્વામી વિશોકાનંદ ભારતીજી અધ્યસ્થાનેથી મનનીય સંબોધન કરશે
• આદિ શંકરાચાર્યજીના જીવન ચરિત્ર પર ભાગ્યેશ જહા અને વિશાલભાઈ જોશી પ્રવચ આપશે
અમદાવાદઃ શહેરમાં શિવાનંદ આશ્રમ, ઈસરોની સામે, સેટેલાઈટ ખાતે આગામી તા. 2 મેને શુક્રવારના રોજ સાંજે 6.30થી 8.30 દરમિયાન જગદ્ ગુરૂ આદિ શંકરાચાર્યજીના જન્મોત્સવની ઊજવણી કરાશે. આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને પરમાત્માનંદજી સરસ્વતી રહેશે. અને આચાર્ય મહા મંડલેશ્વર પ.પૂ.સ્વામી વિશોકાનંદ ભારતીજી અધ્યક્ષસ્થાનેથી મનનીય સંબોધન કરશે.
જગદ્ ગુરૂ આદિ શંકરાચાર્યજી જન્મોત્સવ સમિતિ અને શિવાનંદ આશ્રમના સંયુક્ત ઉપક્રમે જગદ્ ગુરૂ આદિ શંકરાચાર્યજીનો જન્મોત્સવ શિવાનંદ આશ્રમ સેટેલાઈટ ખાતે તા. 2 મેને શુક્રવારના રોજ સાંજે 6.30થી 8.30 દરમિયાન આનંદોલ્લાસથી ઊજવાશે. આ કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રજ્વલન અને મહાનુભાવોના સ્વાગતથી થશે. ત્યારબાદ ઋષિપૂત્રો દ્વારા જગદ્ ગુરૂ આદિ શંકરાચાર્યજીના સ્ત્રોતની પ્રસ્તૃતિ કરાશે. સાહિત્યકાર ભાગ્યેશ જહા અને વિશાલભાઈ જોશી આદિ શંકરાચાર્યજીના જીવન ચરિત્ર પર પ્રવચન આપશે. ત્યારબાદ આચાર્ય મહામંડલેશ્વર પ.પૂ. સ્વામી વિશોકાનંદ ભારતીજી અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરશે. આ પ્રસંગે ધર્મપ્રેમી લોકોને સત્સંગનો લાભ લેવા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.