શ્રીદેવી સાથે ડાંસનું નામ સાંભળીને આ અભિનેતા સેટ ઉપરથી ગાયબ થઈ ગયો હતો
સની દેઓલ અને શ્રીદેવીની 'ચાલબાઝ' બોલિવૂડની આઇકોનિક ફિલ્મોમાંથી એક છે. ચાહકો આજે પણ આ ફિલ્મને પસંદ કરી રહ્યાં છે. તાજેતરની વાતચીતમાં દિગ્દર્શક પંકજ પરાશરે ખુલાસો કર્યો હતો કે શ્રીદેવી એક ગીત માટે ઇનોવેટિવ સ્ટેપ્સ કરવા માંગતી હતી. આવી સ્થિતિમાં સની દેઓલને ડાન્સ કરવાની જરૂર હતી અને તે એક્ટ્રેસની સામે પરફોર્મ કરતાં એટલો ડરી ગયો હતો કે તે બે કલાક સુધી સેટ પરથી ગાયબ થઈ ગયો હતો.
ઈન્ટરવ્યુ દરમિયાન પંકજે કહ્યું હતું કે, ચાલબાઝના ગીત 'ના જાને કહાં સે આયી હૈ'ના શૂટિંગ માટે અમારી પાસે માત્ર ત્રણ દિવસ હતા કારણ કે હડતાલ ચાલી રહી હતી. શ્રી દેવી ઈચ્છતી હતી કે, ગીતમાં કંઈક અલગ કરવું જોઈએ. જેથી તેમણે સરોજખાનને ફોન કર્યો હતો. સરોજખાને પોઝિટિવ ઈચ્છા વ્યક્ત કરીને યુનિક સ્ટેટની હામી ભરી હતી. તેમજ સની દેઓલને આ ગીતમાં ડાન્સ કરવાનો હતો.
તેમણે આગળ કહ્યું, “તેથી, અમે શૂટિંગ શરૂ કર્યું, પછી, સનીનો ડાન્સ કરવાનો સમય આવી ગયો. પરંતુ આ વખતે સની દેઓલ બે કલાક માટે ક્યાંક ગાયબ થઈ ગયા હતા. દરમિયાન, શ્રીદેવી પૂછતી રહી, 'હીરો ક્યાં છે?' પછી તેઓ પાછા આવ્યા અને તે કર્યું. તેઓ ક્યાં ગયો તે આજ સુધી મને ખબર નથી. બે કલાક સુધી તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો. અમે બધા રાહ જોતા રહ્યા.