For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

જીનીવામાં 78મી વિશ્વ સ્વાસ્થ્ય સભા યોજાઈ

12:00 PM May 20, 2025 IST | revoi editor
જીનીવામાં 78મી વિશ્વ સ્વાસ્થ્ય સભા યોજાઈ
Advertisement

નવી દિલ્હીઃ 'સ્વાસ્થ્ય માટે એક વિશ્વ' (One World For Health) થીમ હેઠળ સ્વિટ્ઝલેન્ડના જીનીવામાં 78મી વિશ્વ સ્વાસ્થ્ય સભા (WHA) શરૂ થઈ. ઉદ્ઘાટન સમારોહને સંબોધતા WHOના ડિરેક્ટર જનરલ ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસે કહ્યું હતું કે, દરેક WHA મહત્ત્વપૂર્ણ છે, પરંતુ આ વર્ષની સભા ખાસ કરીને ઐતિહાસિક છે કારણ કે સભ્ય દેશો પાસેથી રોગચાળાના કરાર પર વિચારણા કરવાની અને સંભવિત રીતે અપનાવવાની અપેક્ષા છે. WHOના ડિરેક્ટર ટેડ્રોસે સભ્ય દેશોને WHOનું લાંબાગાળાનું નાણાકીય ટકાઉપણું અને સ્વતંત્રતા સુનિશ્ચિત કરવામાં મદદ કરવા માટે મૂલ્યાંકન કરાયેલ યોગદાન વધારાના આગામી રાઉન્ડને મંજૂરી આપવાનું પણ આહવાન કર્યું હતું.

Advertisement

ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગના વડા અને ચીની પ્રતિનિધિમંડળના નેતા લેઈ હાઈચાઓએ સોમવારે સામાન્ય ચર્ચા દરમિયાન એક નિવેદન આપ્યું હતું, જેમાં વૈશ્વિક સ્વાસ્થ્ય સહયોગમાં ચીનની સક્રિય ભાગીદારી પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે, તાઇવાન ચીનનો અભિન્ન ભાગ છે અને WHAએ ઘણા સમય પહેલા સ્પષ્ટ નિર્ણય લીધો છે કે તે વાર્ષિક સભામાં "નિરીક્ષક" તરીકે "તાઇવાનની ભાગીદારી માટેના કહેવાતા પ્રસ્તાવ"ને તેના એજન્ડામાં સામેલ કરશે નહીં. તેમણે એમ કહ્યું કે, તાઇવાન પર કેટલાક દેશોની ટિપ્પણીઓએ આંતરરાષ્ટ્રીય સમુદાયની ઇચ્છા વિરુદ્ધના કાર્યસૂચિને વિક્ષેપિત કરી છે અને તેમણે ઉમેર્યું કે, ચીન આ દેશોને તેની આંતરિક બાબતોમાં દખલ કરવાનું બંધ કરવા વિનંતી કરે છે. આ વર્ષના સભામાં મુખ્ય ધ્યાન બહુપ્રતિક્ષિત મહામારી કરાર પર વાટાઘાટો પર કેન્દ્રિત છે. WHOએ 16 એપ્રિલના રોજ જાહેરાત કરી હતી કે, ત્રણ વર્ષથી વધુ સમયની તીવ્ર વાટાઘાટો પછી, સભ્ય દેશો એક ડ્રાફ્ટ કરાર પર સર્વસંમત થયા છે.

પ્રતિનિધિઓ 2024ના પરિણામ અહેવાલની પણ સમીક્ષા કરશે અને સ્વાસ્થ્ય-સંભાળ કાર્યબળ, એન્ટિમાઇક્રોબાયલ પ્રતિકાર, સ્વાસ્થ્ય ઇમરજન્સી, પોલિયો અને આબોહવા પરિવર્તન સહિતના વિવિધ વિષયોને આવરી લેતા લગભગ 75 કાર્યસૂચિ વસ્તુઓ પર ચર્ચા કરશે. ટકાઉ ધિરાણ એ બીજો મુખ્ય મુદ્દો છે. સભામાં 2026-2027 માટેના પ્રસ્તાવિત કાર્યક્રમ બજેટની ચર્ચા થવાની અપેક્ષા છે, જેને 5.3 બિલિયન ડોલરથી ઘટાડીને 4.267 બિલિયન ડોલર કરી શકાય છે તેમજ પ્રાથમિકતાઓ પર ફરીથી ધ્યાન કેન્દ્રિત કરવાના પ્રયાસો, મુખ્ય કાર્યોને મજબૂત બનાવવા અને સંગઠનાત્મક કાર્યક્ષમતા વધારવાની અપેક્ષા છે.

Advertisement

વર્લ્ડ હેલ્થ એસેમ્બલીએ WHOની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા છે અને સામાન્ય રીતે દર વર્ષે મે મહિનામાં જીનીવામાં યોજાય છે. તેની મુખ્ય જવાબદારીઓમાં સંગઠનાત્મક નીતિઓ નક્કી કરવી અને કાર્યક્રમના બજેટની સમીક્ષા અને મંજૂરીનો સમાવેશ થાય છે. આ વર્ષની સભા 27 મેના રોજ સમાપ્ત થવાની છે.

Advertisement
Tags :
Advertisement