નદીઓના ઈન્ટરલિંકિંગ માટે વિશેષ સમિતિ (SCILR)ની 22મી બેઠક નવી દિલ્હી ખાતે યોજાઈ
એનડબલ્યૂડીએ (NWDA) સોસાયટીની 38મી વાર્ષિક સામાન્ય સભા અને નદીઓને જોડવા માટેની વિશેષ સમિતિ (SCILR) 22મી બેઠક જળ શક્તિના માનનીય મંત્રી સી.આર. પાટીલની અધ્યક્ષતામાં યોજાઈ હતી. સી આર પાટીલે એમપીકેસી (મોડિફાઈડ પાર્વતી કાલીસિંધ ચંબલ) અને કેન બેતવા લિંક પ્રોજેક્ટ પર તાજેતરમાં થયેલી પ્રગતિનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે હાલમાં જ જયપુરમાં રાજસ્થાનના વિભિન્ન પ્રોજેક્ટના ઉદ્ઘાટન માટે આયોજિત કાર્યક્રમ અને ભારતના માનનીય પ્રધાનમંત્રી દ્વારા એમપીકેસી લિંક પ્રોજેક્ટ પર MoA પર હસ્તાક્ષર કરવાની ઘોષણા અંગે જાણકારી આપી હતી. સાથે જ તેમણે અન્ય રાજ્યોને વિનંતી કરી કે તેઓ આપણા દેશના વિકાસમાં વધુ પ્રગતિ માટે તેમના સંબંધિત લિંક પ્રોજેક્ટ્સ પર સર્વસંમતિ બનાવે.
સચિવ (DoWR, RD અને GR) એ તે વાત પર જોર આપ્યું કે હાલના વર્ષોમાં નદીઓને જોડવાના કાર્યક્રમમાં પર્યાપ્ત પ્રગતિ થઈ છે. તેમણે વિશેષ રૂપે કેન-બેતવા લિંક પ્રોજેક્ટનો ઉલ્લેખ કર્યો જે અમલીકરણ હેઠળ રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્ય યોજનાની પ્રથમ કડી છે. સચિવે ઉલ્લેખ કર્યો છે કે જળ સંસાધનોનું સંચાલન એ ભારત સરકારની મુખ્ય પ્રાથમિકતાઓમાંની એક છે અને નદીઓના ઇન્ટરલિંકિંગ (ILR) કાર્યક્રમને સરકાર દ્વારા ટોચની પ્રાથમિકતા આપવામાં આવી છે.
બેઠક દરમિયાન એનડબલ્યુડીએના મહાનિર્દેશક દ્વારા એજન્ડાના મુદ્દો પર વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી. વિવિધ કામોની સ્થિતિ અને ILR પ્રોજેક્ટ્સ માટેના પડતર મુદ્દાઓ/અડચણો વગેરે, એનડબલ્યુડીએ અને ઇન્ટ્રા સ્ટેટ લિંક્સના વર્ષ 2023-24 માટે વાર્ષિક અહેવાલ અને ઓડિટેડ એકાઉન્ટ્સની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. વિવિધ રાજ્ય સરકારોના પ્રતિનિધિઓએ ILR પ્રોજેક્ટ્સ પર તેમના મંતવ્યો/અવલોકનો વ્યક્ત કર્યા હતા.
જળ શક્તિ રાજ્ય મંત્રી રાજભૂષણ ચૌધરી, બિહારના WRD, માનનીય મંત્રીવિજય કુમાર ચૌધરી, ઉત્તર પ્રદેશના (સિંચાઈ અને WRD) સ્વતંત્ર માનનીય મંત્રી દેવ સિંહ, પુડ્ડુચેરીના PWD માનનીય મંત્રી કે. લક્ષ્મીનારાયણે બેઠકમાં હાજરી આપી હતી. આ ઉપરાંત કેરળના WRD માનનીય મંત્રી રોશી ઓગસ્ટિન, હરિયાણાના WRD માનનીય મંત્રી શ્રુતિ ચૌધરી, ગુજરાતના WRD માનનીય મંત્રી કુંવરજીભાઈ બાવળિયા વર્ચ્યુઅલ રીતે બેઠકમાં હાજર રહ્યા હતા. આ બેઠકમાં કેન્દ્રીય અને રાજ્યના વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓએ પણ ભાગ લીધો હતો.