ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણીનો આજથી પ્રારંભ
નવી દિલ્હીઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સિરીઝનો પ્રારંભ આજથી થશે.આ સીરીઝને તેંડુલકર અન્ડરસન ટ્રોફી નામ આપવામાં આવ્યુ છે. જેનો પહેલો મુકાબલો હેડિંગ્લેના લીડ્સ સ્ટેડિયમમાં ભારતીય સમય પ્રમાણે બપોરે 3:30 વાગ્યાથી રમાશે.આ મુકાબલા સાથે બંને ટીમોની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયન શીપ 2027ની સાઇકલની શરુઆત થશે.ભારત અને ઇંગ્લેન્ડની ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની 2025-27 સાયકલમાં પોત-પોતાના અભિયાનનો પ્રારંભ કરશે. ભારત WTCના પહેલા બે ફાઈનલમાં રનર-અપ રહ્યું હતું. 2021માં ન્યૂઝીલેન્ડ અને 2023માં ઓસ્ટ્રેલિયાએ હરાવ્યું હતું. જ્યારે ઇંગ્લેન્ડ હજુ સુધી એક પણ ફાઈનલ રમી નથી.હેડિંગ્લેના લીડ્સ સ્ટેડિયમમાં ભારતે 7 મુકાબલા રમ્યા છે. 2માં તેને જીત અને 4 મુકાબલાઓમાં હાર મળી છે. જ્યારે 1 મેચ ડ્રો રહી છે.
ટીમ ઈન્ડિયા 25 વર્ષના યુવા કેપ્ટન શુભમન ગિલની લીડરશીપમાં ઉતરશે. જ્યારે ઇંગ્લેન્ડની કમાન 34 વર્ષના અનુભવી ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ સંભાળી રહ્યા છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે કુલ 136 ટેસ્ટ મેચ રમાઈ છે. જેમાં 51 ઇંગ્લેન્ડે પોતાના નામે કર્યા, જ્યારે 35 મેચ ટીમ ઈન્ડિયાએ જીતી. જ્યારે, 50 ટેસ્ટ ડ્રો રહ્યા. ભારતે ઇંગ્લેન્ડની ધરતી પર 67 ટેસ્ટ રમી. 9 જ મેચ જીતી, પરંતુ ટીમે અહીં 22 ટેસ્ટ ડ્રો પણ કરાવ્યા છે. 36 મુકાબલાઓમાં ઇંગ્લેન્ડને જીત મળી.બંને ટીમ વચ્ચે અત્યાર સુધી 36 ટેસ્ટ સિરીઝ રમાઈ છે. 19 ઇંગ્લેન્ડે અને 12 ટીમ ઈન્ડિયાએ જીતી. જ્યારે 5 ડ્રો રહી. 1932થી 2025 સુધી 94 વર્ષમાં ટીમ ઈન્ડિયાએ ઇંગ્લેન્ડમાં 19 ટેસ્ટ સિરીઝ રમી. ભારતે 3 જીતી, જ્યારે 2 ડ્રો રમી. જ્યારે, 14માં ટીમને હારનો સામનો કરવો પડ્યો. ભારતે ઇંગ્લેન્ડમાં છેલ્લે વર્ષ 2007માં ટેસ્ટ સિરીઝ પોતાના નામે કરી હતી. આ સિરીઝ રાહુલ દ્રવિડની આગેવાનીમાં જીતવામાં આવી હતી.
ઇંગ્લેન્ડની અનુભવી ટીમ સામે ભારતની યુવા ટીમ મેદાને છે જેમાં બેટીંગનો દારોમદાર યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, શુભમન ગીલ અને રીશભ પંથ જેવા બેટ્સમેન પર તો બોલીંગનો દારોમદાર બુમરાહની આગેવાનીમાં સીરાઝ હર્ષીલ રાણા અને જાડેજા સહિતના બોલરો પર રહેશે.ઇંગ્લેન્ડનો બેટર રૂટ પર સૌની નજર મંડરાયેલી છે.
ભારતની સંભવિત પ્લેઇંગ-11 શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, રિષભ પંત (વાઇસ કેપ્ટન અને વિકેટકીપર), કરુણ નાયર, રવીન્દ્ર જાડેજા, શાર્દૂલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના.
ઇંગ્લેન્ડની પ્લેઇંગ-11: બેન સ્ટોક્સ (કેપ્ટન), ઝેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, હેરી બ્રુક, જેમી સ્મિથ (વિકેટકીપર), ક્રિસ વોક્સ, બ્રાયડન કાર્સ, જોશ ટંગ અને શોએબ બશીર.