For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

'તેરા તુજકો અર્પણ', મોરબીમાં પોલીસે ચોરાયેલા રૂ. 2 લાખના મોબાઈલ મૂળ માલિકોને પરત કર્યાં

11:29 AM Dec 24, 2024 IST | revoi editor
 તેરા તુજકો અર્પણ   મોરબીમાં પોલીસે ચોરાયેલા રૂ  2 લાખના મોબાઈલ મૂળ માલિકોને પરત કર્યાં
Advertisement

અમદાવાદઃ મોરબી જિલ્લાનાં હળવદ ખાતે 'તેરા તુજકો અર્પણ' અભિયાન અંતર્ગત હળવદ પોલીસ વિભાગ દ્વારા DySP સમીર સારડાનાં વરદ હસ્તે, ખોવાઈ ગયેલા અને ચોરાઈ ગયેલા મોબાઈલનાં મૂળ માલિકને મોબાઈલ પરત કરવામાં આવ્યાં.

Advertisement

કુલ 2 લાખ 1 487નાં 09 જેટલા મોબાઈલ તેનાં મૂળ માલિકોને અર્પણ કરવામાં આવ્યા. ગુજરાત પોલીસે પ્રેરક કામગીરી અંગે જેતે પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટાફ અને અધિકારીને અભિનંદન આપી તેમની કામગીરીને બિરદાવી. .

ઉલેખનીય છે કે ગરીબ અને મધ્યમ વર્ગીય વ્યક્તિ માટે મોબાઈલ હવે માત્ર મોજશોખ પૂરતા મર્યાદિત નહીં રહેતા, પોતાના રોજબરોજના કામકાજથી લઈ જીવન જરૂરી ચીજો તરીકે પણ ઉપયોગમાં લોવાય છે. મોબાઈલ ચોરાઈ જાય કે પછી ખોવાઈ જાય તો ગરીબ વર્ગ કે મધ્યમ વર્ગ ફરી નવો મોબાઈલ ખરીદવા માટે હપ્તાની માયાજાલમાં ફસાય છે જેથી પોલીસે આ અભિયાન શરૂ કર્યું છે,

Advertisement

ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગુજરાત પોલીસે તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત પ્રેરક પહેલ કરી અન્ય રાજ્યોને પણ પ્રેરણા આપી છે.

Advertisement
Tags :
Advertisement