For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ સામે ફરીવાર હોબાળો મચતા તંગ સ્થિતિ

05:12 PM Aug 21, 2025 IST | Vinayak Barot
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ સામે ફરીવાર હોબાળો મચતા તંગ સ્થિતિ
Advertisement
  • એનએસયુઆઈ અને યુવક કોંગ્રેસે સ્કૂલ સામે દેખાવો કર્યા,
  • હિન્દુ સંગઠનો દ્વારા બંધના એલાન બાદ 200થી વધુ શાળાઓ બંધ રહી,
  • હત્યાના કેસમાં બે વિદ્યાર્થીઓ પોલીસ કસ્ટડીમાં

અમદાવાદઃ શહેરના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ ગઈકાલે ઉશ્કેરાયેલા લોકો દ્વારા તોડફોડ અને હોબાળો થયો હતો. શાળામાં વિદ્યાર્થીની હત્યાના વિરોધમાં હિન્દુ સંગઠનોએ બંધનું એલાન આપતા આ વિસ્તારની દુકાનો બંધ રહી હતી, તેમજ મણિનગર અને આસપાસના વિસ્તારોની 200 જેટલી શાળાઓ પણ બંધમાં જોડાઈ હતી, દરમિયાન આજે યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. જેને લઇ સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સેવન્થ ડે સ્કૂલની બહાર તથા સ્કૂલથી 500 મીટર દૂર સુધી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બંધના એલાનને સવારથી મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. સિંધી માર્કેટ સંપૂર્ણપણે બંધ છે.

Advertisement

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ ગઈકાલે બુધવારે થયેલી મારામારી અને તોડફોડ મામલે ખોખરા પોલીસે 500થી વધુના ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. સ્કૂલના એડમિન મયુરિકા પટેલ  ફરિયાદ નોંધાવી છે. સ્કૂલમાં ટોળાએ આવીને ઓફિસ, ક્લાસ રૂમ, સ્કૂલ બસના કાચ તોડી, એલ.સી.ડી, કોમ્પ્યુટર તોડીને 15 લાખનું નુકશાન કર્યું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. સાથે જ ટોળાએ સ્કૂલમાં રહેલ સ્ટાફ સાથે મારામારી કરી હતી. પોલીસની હાજરીમાં ટોળાએ તોડફોડ કરી હતી. ખોખરા પોલીસે રાયોટિંગ, મારામારી, નુકસાન પહોચાડવા જેવી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.

અમદાવાદની ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ 20 ઓગસ્ટના તોડફોડ અને હોબાળો થયો હતો. જે બાદ આજે (21 ઓગસ્ટ) યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. આજે મણિનગર ખોખરાના બંધના એલાન દરમિયાન બપોરના 12 વાગ્યા આસપાસ સેવન્થ ડે સ્કૂલ પર ફરી પરિસ્થિતિ વણસી હતી. પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. તેમજ પોલીસે રહેણાંક વિસ્તારમાં જઈને લાઠીચાર્જ કર્યો હતો. તો બીજી તરફ સ્કૂલે પહોંચેલા સિંધી આગેવાનોએ મીડિયા સાથે વાત કરવાનો પ્રયાસ કરતા તેમની પણ અટકાયત કરવામાં આવી હતી.

Advertisement

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધનું એલાન આપવામાં આવ્યું છે, જેને લઇને સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સેવન્થ ડે સ્કૂલની બહાર તથા સ્કૂલથી 500 મીટર દૂર સુધી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બંધના એલાનને સવારથી મિત્ર પ્રતિસાદ મળી રહ્યો છે. કેટલીક દુકાનો ચાલુ છે તો કેટલીક દુકાનો સવારથી બંધ છે. સિંધી માર્કેટ સંપૂર્ણપણે બંધ છે. તો મણીનગર, ખોખરા, ઇસનપુર વિસ્તારની 200 જેટલી સ્કૂલો બંધમાં જોડાઈ છે.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ વિદ્યાર્થીની હત્યા મામલે આરોપી વિદ્યાર્થીની અટકાયત કરાઈ છે, ત્યારે હત્યા કરનારા વિદ્યાર્થીને મદદ કરનારા અન્ય એક વિદ્યાર્થીની પણ શંકાને આધારે અટકાયત કરાઈ છે. હાલ બંને વિદ્યાર્થીઓ પોલીસ કસ્ટડીમાં છે.

Advertisement
Tags :
Advertisement