For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

સરહદ પર તણાવ: જમ્મુમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા 7 આતંકવાદીઓને BSFએ ઠાર માર્યા

01:24 PM May 09, 2025 IST | revoi editor
સરહદ પર તણાવ  જમ્મુમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા 7 આતંકવાદીઓને bsfએ ઠાર માર્યા
Advertisement

નવી દિલ્હી:  બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) એ શુક્રવારે જણાવ્યું હતું કે તેણે જમ્મુમાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા સાત આતંકવાદીઓને ઠાર માર્યા હતા અને પાકિસ્તાન રેન્જર્સની એક ચોકીનો પણ નાશ કર્યો હતો. આ ઘટના ગુરુવાર અને શુક્રવારની રાત્રે સાંબા સેક્ટરમાં બની હતી જ્યારે દેખરેખ રાખતા BSF સૈનિકોએ આતંકવાદીઓના "મોટા જૂથ" ને જોયો હતો.

Advertisement

બીએસએફના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ઘૂસણખોરીના પ્રયાસને પાકિસ્તાન રેન્જર્સની ધાંધર પોસ્ટ દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું, જેના ગોળીબારની આડમાં આતંકવાદીઓ ઘૂસણખોરી કરવા માંગતા હતા. તેમણે કહ્યું કે સૈનિકોએ ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો, ઓછામાં ઓછા સાત આતંકવાદીઓને મારી નાખ્યા અને ધંધાર ચોકીને ભારે નુકસાન પહોંચાડ્યું હતું.

તેમણે આ પોસ્ટના વિનાશની 'થર્મલ ઈમેજર ક્લિપ' પણ શેર કરી હતી. ૨૨ એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી છાવણીઓ પર ભારતના જવાબી હુમલા બાદ બંને દેશો વચ્ચે ચાલી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને બીએસએફ 'હાઈ એલર્ટ' પર છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement