ગુજરાતમાં તાપમાનનો પારો વધશે, અનેક વિસ્તારોમાં ગરમ પવન ફૂંકાય તેવી શક્યતા
ગાંધીનગરઃ હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતમાં તાપમાનમાં વધારો નોંધાઈ શકે છે. બપોરના સમયે હવે ગરમીનો અનુભવ થાય તેવી શક્યતા છે. ત્યારે રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ઠંડીની વિદાઈની અને તાપમાનમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે. આગામી સમયમાં તાપમાન વધારો થવાની આગાહી કરવામાં આવી છે.
કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો
હવામાન વિભાગના ડાયરેકટરના જણાવ્યા અનુસાર રાજ્યમાં સામાન્ય કરતા 2થી 5 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે.રાજ્યાના દરિયાકાંઠે ગરમ પવનો ફૂકાવવાની શક્યતા દર્શાવામાં આવી છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 24 કલાક બાદ તાપમાનનો પારો 2થી 3 ડિગ્રી ગગડશે. સમુદ્ર કિનારે ગરમ પવન ફુંકાવાની સંભાવના છે. રાજસ્થાનમાં સર્જાયેલ ઈન્ડયુસ સરક્યુલેશન અને ટ્રર્ફને કારણે તાપમાનનો પારો આંશિક ગગડશે.
માવઠાની આગાહી
બીજી તરફ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલેની આગાહી અનુસાર રાજ્યમાં કમોસમી વરસાદ વરસી શકે છે. ફેબ્રુઆરીના અંતમાં અને માર્ચના બીજા સપ્તાહમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. બે વખત વરસાદી વાતાવરણ સર્જાવાની શક્યતામાં વધારો થશે. 28 ફેબ્રુઆરી સુધી અનેક વિસ્તારોમાં માવઠું થઈ શકે છે. ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. માર્ચ મહિનાની શરૂઆતમાં પણ માવઠું પડી શકે છે.7થી 10 માર્ચ દરમિયાન ફરીવાર એક વાર કમોસમી વરસાદ પડવાની શક્યતા છે.