હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ટીમ ઈન્ડિયાને ઝટકો, ઈજાગ્રસ્ત બુમરાહ ટીમમાંથી બહાર

12:13 PM Feb 12, 2025 IST | revoi editor
Advertisement

મુંબઈઃ ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાં ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. જસપ્રીત બુમરાહ ઈજાગ્રસ્ત થતા હાલ મેચ નહીં રમી શકે. તેમના સ્થાને હર્ષિત રાણાને ટીમમાં સ્થાન મળ્યું છે. તે જ સમયે, યશસ્વીના સ્થાને વરુણ ચક્રવર્તીને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

Advertisement

BCCIએ 11 ફેબ્રુઆરીના રોજ એક પ્રેસ રિલીઝમાં આ માહિતી આપી છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર બોર્ડર-ગાવસ્કર ટ્રોફી દરમિયાન બુમરાહને પીઠમાં ઈજા થઈ હતી. આ કારણે બુમરાહ 5 અઠવાડિયા માટે ઓફ-લોડિંગ પર હતા. બુમરાહ ફિટનેસ માટે નેશનલ ક્રિકેટ એકેડેમી પણ ગયા હતા પરંતુ સફળ થઈ શક્યા નહીં. આવી સ્થિતિમાં, તેમને ભારતીય ટીમની બહાર કરી દેવામાં આવ્યા છે.

ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાં જસપ્રીત બુમરાહને ઈગ્લેન્ડ સામેની 3 મેચની વનડે શ્રેણીની છેલ્લી મેચ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ સંપૂર્ણ ફિટ ન હોવાનાં કારણે તે આ શ્રેણીમાં પણ રમી શક્યો નહીં. આવી સ્થિતિમાં, ચેમ્પિયન્સ ટ્રોફીમાં બુમરાહની ઈજા ટીમ ઈન્ડિયા માટે મોંઘી સાબિત થઈ શકે છે. બુમરાહને 2017 ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.

Advertisement

જસપ્રીત બુમરાહની ઈજાને કારણે હર્ષિત રાણાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. વનડે શ્રેણીમાં બુમરાહની જગ્યાએ હર્ષિત રાણા પણ રમી રહ્યો હતો. BCCIએ તેના મીડિયા રિલીઝમાં જણાવ્યું હતું કે, 'ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ કમરના નીચેના ભાગમાં થયેલી ઈજાને કારણે 2025ની ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગયો છે.' બુમરાહના સ્થાને હર્ષિત રાણાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ટીમ ઈન્ડિયાએ વરુણ ચક્રવર્તીને પણ ટીમમાં સામેલ કર્યો છે. આ સ્પિનર ​​યશસ્વી જયસ્વાલનું સ્થાન લેશે, જેમને શરૂઆતમાં કામચલાઉ ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા.

હર્ષિત રાણા ઉપરાંત વરુણ ચક્રવર્તીને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. વરુણ ચક્રવર્તીએ તાજેતરમાં ઈગ્લેન્ડ સામેની મર્યાદિત ઓવરોની શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. આવી સ્થિતિમાં, હવે વરુણ પણ 15 ફેબ્રુઆરીએ ટીમ ઈન્ડિયા સાથે દુબઈ જવા રવાના થશે. વરુણ ટીમમાં જોડાતા, યશસ્વી જયસ્વાલને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો છે.

Advertisement
Tags :
Aajna SamacharBreaking News GujaratiChampions TrophyGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharinjured BumrahLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesOutPopular NewsSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharsetbackTaja Samacharteam indiaviral news
Advertisement
Next Article