ટેરિફ વોરઃ ટ્રમ્પ બાદ હવે ચીને પણ અમેરિકા ઉપર લાદ્યો આકરો ટેરિફ
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટેરિફ વૉર પર ચીને પ્રતિક્રિયા આપતાં વિવિધ ચીજો પર 10 થી 15 ટકા સુધીનો ટેરિફ લાદ્યો હોવાની જાહેરાત કરી છે. ચીનના આ પગલાંતી વૈશ્વિક સ્તરે ખળભળાટ મચ્યો છે. અમેરિકાએ ચીનના સામાન પર 10 ટકા ટેરિફ લાદતાં ચીને જવાબી કાર્યવાહીમાં અમેરિકાના કોલસા અને એલએનજી પ્રોડક્ટ્સ પર 15 ટકા ટેરિફ લાદ્યો છે. તેમજ ક્રૂડ અને અન્ય ચીજો પર 10 ટકા ટેરિફ લાદ્યો છે.
કંપનીઓ સાથેના કરારમાં ભંગાણ પડતાં ચીનની ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી
ચીનની સરકારે જણાવ્યું કે, કોલસા, અને લિક્વિફાઈડ નેચરલ ગેસ પ્રોડક્ટ્સ પર 15 ટકા, જ્યારે ક્રૂડ ઓઈલ, કૃષિ મશીનરી, લાર્જ-ડિસ્પ્લેસમેન્ટ કાર પર 10 ટકા ટેરિફ લાદવામાં આવશે. વધુમાં ગુગલના એકાધિકાર વિરૂદ્ધ તપાસ શરૂ કરી છે. ગુગલે ચીનની કંપનીઓ સાથેના કરારમાં ભંગાણ પડતાં ચીનની ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી હતી.
ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા અને મેક્સિકો પર ટેરિફ લાદ્યા બાદ તેને 30 દિવસનો સમય આપ્યો હતો. પરંતુ ચીનને કોઈ રાહત આપી ન હતી. જોકે, ટ્રમ્પે ચીન સાથે ટેરિફ મુદ્દે વાતચીત કરવાની તૈયારી દર્શાવી હતી. ટ્રમ્પે કહ્યું કે, તે આગામી 24 કલાકમાં ચીનના રાષ્ટ્રપતિ જિંનપિંગ સાથે વાતચીત કરશે. ઉલ્લેખનીય છે, ચીન પર લાદવામાં આવેલા ટેરિફ મંગળવારે 12.01 વાગ્યાથી લાગુ થયા છે.