For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ટેરિફવોરઃ ટ્રમ્પ બાદ ચીને પણ અમેરિકાથી આયાત માલ ઉપર ટેરિફ વધારી 125 ટકા કર્યો

03:24 PM Apr 11, 2025 IST | revoi editor
ટેરિફવોરઃ ટ્રમ્પ બાદ ચીને પણ અમેરિકાથી આયાત માલ ઉપર ટેરિફ વધારી 125 ટકા કર્યો
Advertisement

વિશ્વની બે આર્થિક મહાસત્તાઓ વચ્ચેનો ટેરીફ મામલે તણાવ સતત વધી રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે ચીનથી આયાત થતી વસ્તુઓ પર ટેરિફ 125 ટકાથી વધારીને કુલ 145 ટકા કરી દીધો છે. અમેરિકાના આ પગલાથી ગુસ્સે ભરાયેલા ડ્રેગને શુક્રવારે અત્યાર સુધીનો સૌથી મોટો વળતો હુમલો કર્યો છે. ચીને અમેરિકાથી આયાત થતા માલ પર ટેરિફ દર 84 ટકાથી વધારીને 125 ટકા કર્યા છે.

Advertisement

ચીનના આ પગલાથી બંને દેશો વચ્ચે ટ્રેડ વોરનો ખતરો વધુ વધી ગયો છે. ચીનના નાણા મંત્રાલયે શુક્રવારે જારી કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "અમેરિકા દ્વારા ચીન પર આટલા અસામાન્ય રીતે ઊંચા ટેરિફ લાદવા એ વાસ્તવમાં આંતરરાષ્ટ્રીય અને આર્થિક વેપાર નિયમો અને મૂળભૂત આર્થિક કાયદાઓનું ઉલ્લંઘન છે. આ એકતરફી ધાકધમકી અને બળજબરી છે."

ચીનના નાણા મંત્રાલયે વધુમાં કહ્યું કે જો અમેરિકા ત્યાં મોકલવામાં આવતા ચીની માલ પર વધારાના ટેરિફ લાદવાનું ચાલુ રાખશે તો ચીન તેને અવગણશે. સંયુક્ત રાષ્ટ્ર વેપાર એજન્સીના ડિરેક્ટરે શુક્રવારે રોઇટર્સને જણાવ્યું હતું કે પારસ્પરિક ટેરિફ અને બદલાની કાર્યવાહીની અસર વિનાશક હોઈ શકે છે. આ વિકાસશીલ દેશોને આપવામાં આવતી વિદેશી સહાય કરતાં પણ ખરાબ છે. ઇન્ટરનેશનલ ટ્રેડ સેન્ટરે જણાવ્યું હતું કે આનાથી વૈશ્વિક વેપારમાં 3-7 ટકા અને જીડીપીમાં 0.7 ટકાનો ઘટાડો થઈ શકે છે. વિકાસશીલ દેશો પર તેની સૌથી વધુ અસર પડી શકે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement