For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

તાપી નદીનો જન્મોત્સવ મનાવાયો, 1300 મીટર લાંબી ચૂંદડી નદીમાતાને અર્પણ

05:43 PM Jul 03, 2025 IST | revoi editor
તાપી નદીનો જન્મોત્સવ મનાવાયો  1300 મીટર લાંબી ચૂંદડી નદીમાતાને અર્પણ
Advertisement

સુરતઃ નદીને લોક માતાનું સ્થાન આપવામાં આવેલું છે. માતા જેમ બાળકોનું પાલન પોષણ કરે તે રીતે નદીઓ પણ લાખો જીવોની જીવાદોરી સમાન હોય છે. સુરતમાં દર વર્ષેની જેમ આ વર્ષે તાપી નદીનો જન્મોત્સવ ઊજવવામાં આવ્યો હતો. તાપી નદીના જુદા જુદા ઘાટો ઉપર વિશેષ આરતી અને પૂજા-અર્ચના કરવામાં આવી રહી છે. તાપી મૈયાના જન્મોત્સવના પાવન અવસરે કુરુક્ષેત્ર ઓવરા પર તાપી માતાને 1300 મીટરની ચૂંદડી અર્પણ કરવામાં આવી હતી. શહેરમાં દર વર્ષે આ રીતે તાપી માતાના જન્મોત્સવની ધામધૂમથી અને પૂરી આસ્થા સાથે કરવા આવતી હોય છે.

Advertisement

સુરત તાપી નદીના કાંઠે આવેલું શહેર છે. અષાઢ સુદ સાતમના રોજ તાપી માતાના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવતી હોય છે. તાપી નદી મધ્યપ્રદેશથી મહારાષ્ટ્ર થઈ ગુજરાતના અન્ય પ્રદેશોમાંથી પસાર થઈ સુરત શહેર નજીક દુર્વાસા ઋષિની તપોભૂમિ ડુમસ પાસે અરબી સમુદ્રને મળે છે. સુરતીઓ દર વર્ષે તાપીમૈયાના જન્મોત્સવની ઉજવણી કરતા હોય છે. તાપી નદીને ઘાટ પરથી ચૂંદડી અર્પણ કરી અને સાંજ સમયે તાપી માતાની પૂજા-અર્ચના અને આરતી કરી પ્રાગટ્ય દિવસની ઊજવણી કરવામાં આવે છે.

તાપી માતાના જન્મોત્સવના પાવન અવસરે સાંજે જુદા જુદા ઘાટો પર વિશેષ પૂજા અને અર્ચના કરવામાં આવશે. ત્યારે નાવડી ઓવારા ખાતે ભાવિકો દ્વારા મંગલદીપ પ્રગટાવી તાપી માતાની આરાધનાનો કાર્યક્રમ યોજાયો હતો. જ્યારે કુરુક્ષેત્ર ઓવારા પર 1300 મીટર લાંબી ચૂંદડી અર્પણ કરવામાં આવી હતી. ભક્તો દ્વારા મા તાપીની આરતી ઉતારવામાં આવી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement