પાટડી હાઈવે પર પીઆઈ પઠાણના મોત કેસમાં ટેન્કરચાલક પકડાયો
- અમદાવાદ ગ્રામ્ય LCB પોલીસે રાજસ્થાનથી ટેન્કરચાલકની ધરપકડ કરી,
- ટેન્કર પશ્વિમ બંગાળમાં હોવાથી પોલીસની એક ટીમ રવાના,
- પોલીસે ટેકનિકલ એનાલિસિસને આધારે ટેન્કરચાલકનો પત્તો મેળવ્યો
સુરેન્દ્રનગરઃ જિલ્લાના પાટડી તાલુકાના કઠવાડા ગામ નજીક સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ પઠાણને દારૂ ભરેલી કાર આવી રહી હોવાની બાતમી મળતા વોચમાં હતા ત્યારે પુરફાટ ઝડપે કાર આવી હતી, તેને રોકવાની કોશિષ કરતા કારચાલકે પૂરઝડપે કાર ભગાવતા પીએસઆઈએ કારનો પીછો કર્યો હતો. દરમિયાન ટેન્કર સાથે અકસ્માત થતાં પીએસઆઈ પઠાણનું મોત નિપજ્યું હતું. આ અકસ્માત બાદ ટેન્કર સાથે તેનો ચાલક પણ નાસી ગયો હતો. આ બનાવની સુરેન્દ્રનગર જિલ્લા એલસીબીને તપાસ સોંપવામાં આવી હતી, પણ જિલ્લા પોલીસની ઢીલી તપાસને જોતા રાજ્યના ડીજીએ અમદાવાદ ગ્રામ્ય એલસીબીને તપાસ સોંપી હતી, તેથી એલસીબી પોલીસે ટેકનીકલ એનાલિસિસ અને બાતમીને આધારે રાજસ્થાનમાંથી ટેન્કરચાલકની ધરપકડ કરી છે. જ્યારે ટેન્કર પશ્વિમ બંગાળ હોવાથી તેનો કબજો લેવા પોલીસની ટીમ રવાના કરવામાં આવી છે.
પાટડી તાલુકાના કઠવાડા ગામ પાસે દારૂ ભરેલી કાર પસાર થવાની હકીકત મળતા એસએમસીની ટીમે વોચ ગોઠવી હતી. જેમાં રોડ ઉપર વોચમાં રહેલા પીએસઆઇ પઠાણનું અકસ્માતે મોત થયું હતું. આ કેસમાં અમદાવાદ રૂરલ LCBએ રાજસ્થાનથી કન્ટેનરના ચાલકની ધરપકડ કરી છે.
આ બનાવની વિગતો એવી હતી કે, સુરેન્દ્રનગરના દસાડા પાસે હાઈવે પર સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઇ જે.એમ.પઠાણે બાતમીના આધારે સંચોરથી દારૂ ભરેલી કાર આવતી હોવાની બાતમીના આધારે વોચ ગોઠવી હતી. દરમિયાન રાત્રી દરમિયાન દસાડાની હોટલ પાસે ખાનગી વાહનમાં 3 ટીમ તેનાત રાખી હતી. પાટડી તરફથી ક્રેટા કાર પસાર થતા બુટલેગરે પોલીસને જોઇ ભગાડી મૂકી હતી. આથી પીએસઆઇ જે.એમ.પઠાણ પીછો કરતા ટ્રેલરની અડફેટે પીએસઆઇનું મોત નિપજ્યુ હતું. આ બનાવની તપાસ અમદાવાદ ગ્રામ્ય એલસીબીને સોંપવામાં આવી હતી. આથી ટેક્નિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજેન્ટ્સના આધારે અકસ્માત સર્જનારા ટ્રેલરનું પગેરું મેળવવામાં અમદાવાદ ગ્રામ્ય એલસીબીને સફળતા મળી હતી. ટ્રેલર ચાલક મંગારામને રાજસ્થાનના બાલોત્રા જિલ્લાના સિન્દ્રી ગામમાંથી શોધી કાઢી અમદાવાદ લવાયો છે. જે ટ્રેલરથી અકસ્માત સર્જાયો એ ટ્રેલર અન્ય ચાલક માલ સામાન લઈને પશ્ચિમ બંગાળ પહોંચ્યો હોવાની માહિતી મળતા આ ટ્રેલર પશ્ચિમ બંગાળથી હસ્તગત કરવા અમદાવાદ ગ્રામ્ય એલસીબીની એક ટીમ પશ્ચિમ બંગાળ રવાના કરાઈ છે.