For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

બિહારમાં એસટીએફ અને અસામાજીક તત્વો વચ્ચે અથડામણમાં તનિષ્ક શો-રૂમમાં લૂંટનો આરોપી ઠાર મરાયો

04:23 PM Mar 22, 2025 IST | revoi editor
બિહારમાં એસટીએફ અને અસામાજીક તત્વો વચ્ચે અથડામણમાં તનિષ્ક શો રૂમમાં લૂંટનો આરોપી ઠાર મરાયો
Advertisement

બિહારમાં આ દિવસોમાં બદમાશોનું મનોબળ એટલું ઉંચુ જોવા મળી રહ્યું છે કે તે પોલીસ ટીમ પર હુમલો કરવાથી પણ પીછેહઠ કરી રહ્યા નથી. આવો જ એક કિસ્સો અરરિયામાંથી સામે આવ્યો છે. જ્યાં બદમાશો અને એસટીએફ વચ્ચેની અથડામણમાં પાંચ જવાન ઘાયલ થયા છે. જ્યારે એક આરોપીનું મોત થયું છે. માર્યા ગયેલા આરોપીની ઓળખ ચુનમુન ઝા તરીકે થઈ છે. પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, STF ટીમને માહિતી મળી હતી કે પૂર્ણિયાની અનેક બેંકો અને અરરાહના તનિષ્ક લૂંટ સાથે સંકળાયેલા ગુનેગારો આ વિસ્તારમાં છુપાયેલા છે. આ માહિતીના આધારે એસટીએફની સાથે પોલીસની ટીમે તેમને ઘેરી લીધા હતા. જ્યારે ગુનેગારોએ જોયું કે તેઓ ચારે બાજુથી ઘેરાયેલા છે તો તેઓએ પોલીસ અને એસટીએફની ટીમ પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. પોલીસે પણ જવાબી કાર્યવાહી કરવી પડી હતી.

Advertisement

આ એન્કાઉન્ટર અંગે અરરિયા સિટી એસપી અંજની કુમારે કહ્યું કે સ્થાનિક પોલીસ અને એસટીએફ ટીમને માહિતી મળી હતી કે અહીં કેટલાક ગુનેગારો છુપાયેલા છે, જેઓ ઘણી બેંકોમાં થયેલી લૂંટ સાથે સંબંધિત હોઈ શકે છે. આ માહિતીના આધારે એસટીએફની ટીમે આજે વહેલી સવારે દરોડો પાડ્યો હતો. જ્યારે બદમાશોને ખબર પડી કે તેઓ ચારે બાજુથી ઘેરાયેલા છે તો તેઓએ ટીમ પર ફાયરિંગ શરૂ કરી દીધું. જેની ધરપકડ કરવા માટે ટીમ અહીં પહોંચી હતી તે ગુનેગાર અનેક બેંક લૂંટમાં સંડોવાયેલો છે.

તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોમાં બિહારના અલગ-અલગ જિલ્લામાંથી પોલીસ ટીમો પર હુમલાની ઘણી ઘટનાઓ સામે આવી છે. થોડા સમય પહેલા અરરિયામાં જ દરોડા દરમિયાન પોલીસ ASI પર હુમલો થયો હતો. જેમાં ASIનું મોત નિપજ્યું હતું. આ પછી મુંગેરમાં પણ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જ્યાં પોલીસ ASIની હત્યા કરવામાં આવી હતી. તે જ સમયે પટનામાં પણ પોલીસ ટીમ પર હુમલાની ઘટના સામે આવી છે. જ્યારે હોળીના દિવસે વિવાદ ઉકેલવા આવેલી પોલીસ પર પણ સમસ્તીપુરમાં ગ્રામજનો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement