For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

સુપ્રીમ કોર્ટમાં તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન વક્ફ સુધારા બિલને પડકારશે

05:57 PM Apr 03, 2025 IST | revoi editor
સુપ્રીમ કોર્ટમાં તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન વક્ફ સુધારા બિલને પડકારશે
Advertisement

નવી દિલ્હી: તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને ગઈકાલે લોકસભામાં વક્ફ બિલને મંજૂરી મળતાં ટીકા કરી છે. CM સ્ટાલિને તમિલનાડુ વક્ફ બિલ પર મજબૂત લડત આપશે અને સફળતા મેળવશે તેવી ખાતરી પણ આપી છે. તેમણે વક્ફ બિલને સુપ્રીમ કોર્ટમાં પડકારવાની જાહેરાત કરી છે.

Advertisement

તમિલનાડુ વિધાનસભામાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, અમે વક્ફ બિલની ટીકા કરીએ છીએ. તમિલનાડુ આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં લડશે અને આ લડાઈમાં સફળતા મેળવશે. લોકસભામાં બિલને મંજૂરીના વિરોધમાં ડીએમકેના ધારાસભ્યોએ વિધાનસભામાં કાટી પટ્ટીઓ બાંધી રોષ વ્યક્ત કર્યો હતો.

બિલ ધાર્મિક સદ્ભાવનાને નબળી પાડશે
મુખ્યમંત્રી સ્ટાલિને યાદ અપાવ્યું કે, 27 માર્ચે તમિલનાડુ વિધાનસભામાં વક્ફ સંશોધન બિલને પાછું ખેંચવાનો આગ્રહ કરતાં એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેમાં જણાવ્યું હતું કે, આ બિલ ધાર્મિક સદ્ભાવનાને નબળી પાડે છે. અને લઘુમતી મુસ્લિમ સમુદાય પર પ્રતિકૂળ અસર ઉભી કરે છે. ભારતભરમાં મોટાભાગના રાજકીય પક્ષોએ આ બિલનો વિરોધ કર્યો છે. તેમ છતાં લોકસભામાં તેને મંજૂરી મળી. તે અત્યંત નિંદનીય છે. ભલે તેને લોકસભામાં મંજૂરી મળી હોય પરંતુ તેની વિરૂદ્ધ પણ મોટી સંખ્યામાં મત પડ્યા હતા, તેને નજરઅંદાજ કરી શકાય નહીં.

Advertisement

લોકસભામાં કુલ 288 સાંસદોએ વક્ફ સુધારા બિલ 2025ને મંજૂરી આપી છે, જ્યારે 232 સાંસદોએ તેનો વિરોધ કર્યો હતો. આ આંકડાને ધ્યાનમાં લેતાં સ્ટાલિને કહ્યું કે, વિપક્ષ વધુ મજબૂત બની શકતો હતો. આ કાયદો સંપૂર્ણપણે પરત લેવામાં આવશે. બિલને મંજૂર કરવાનો સમય અને રીતની પણ ટીકા કરી છે.

Advertisement
Tags :
Advertisement