For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

તમિલનાડુઃ પેસેન્જર ટ્રેનનો એક કોચ પાટા પરથી ઉતર્યો, લોકો પાઇલટની સમયસૂચકતાથી અકસ્માત ટળ્યો

08:00 PM Jan 14, 2025 IST | revoi editor
તમિલનાડુઃ પેસેન્જર ટ્રેનનો એક કોચ પાટા પરથી ઉતર્યો  લોકો પાઇલટની સમયસૂચકતાથી અકસ્માત ટળ્યો
Advertisement

ચેન્નાઈ મંગળવારે વિલ્લુપુરમ નજીક પુડુચેરી જતી મેમુ (મેઈનલાઈન ઇલેક્ટ્રિક મલ્ટીપલ યુનિટ) ટ્રેનનો એક કોચ પાટા પરથી ઉતરી ગયો હતો. ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, લોકો પાયલટે આ વાતની નોંધ લેતા અને તાત્કાલિક ટ્રેન રોકી દેતા મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી અને ત્રણ કલાકમાં ટ્રેન અવરજવર પૂર્વવત થઈ ગઈ હતી.

Advertisement

 તેમણે કહ્યું કે તપાસ પૂર્ણ થયા પછી જ ટ્રેન પાટા પરથી ઉતરવાનું કારણ જાણી શકાશે. આ ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. વિલ્લુપુરમ-પુડુચેરી ટ્રેન લગભગ ૫૦૦ મુસાફરોને લઈને સવારે ૫.૨૫ વાગ્યે વિલ્લુપુરમથી નીકળી હતી. ટ્રેન વળાંક પાર કરી રહી હતી ત્યારે તેનો એક કોચ પાટા પરથી ઉતરી ગયો અને લોકો પાઇલટે તાત્કાલિક ટ્રેન રોકી દીધી હતી. અકસ્માતને કારણે, વિલ્લુપુરમ રૂટ પર ટ્રેન સેવાઓ સવારે 8.30 વાગ્યા સુધી ખોરવાઈ ગઈ હતી. વિલ્લુપુરમ - પુડુચેરી મેમુ એક ટૂંકા અંતરની ટ્રેન છે જે લગભગ 38 કિમીનું અંતર કાપે છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement