તાલિબાનીઓએ ડૂરંડ લાઈન ઉપર બે પાકિસ્તાની ચોકી ઉપર કર્યો કબજો
પાકિસ્તાની સેના અને તાલિબાન વચ્ચે ચીમા રેખા ડૂરંડ લાઈન ઉપર યુદ્ધ જેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. દરમિયાન TTP આતંકવાદીઓએ પાકિસ્તાની સેનાના 16 જવાનોની હત્યા બાદ પાકિસ્તાની એરફોર્સએ અફઘાનિસ્તાનના પાક્તિકા અને ખોસ્ત પ્રાંતમાં એર સ્ટ્રાઈક કરી હતી. પાકિસ્તાનની એર સ્ટ્રાઈકમાં મહિલા અને બાળકો સહિત 50 વ્યક્તિઓના મોત થયાં હતા. બીજી તરફ પાકિસ્તાને દાવો કર્યો હતો કે, સેનાએ ટીટીપી આતંકવાદીઓના ઠેકાણા ઉપર હુમલો કરાયો હતો. આ હુમલાથી નારાજ તાલિબાનીઓએ ડૂરંડ લાઈન નજીક પાકિસ્તાની સેનાની ચોકીઓ ઉપર હુમલો કરીને પાકિસ્તાની સેનાના 19 જવાનોને ઠાર માર્યાં હતા. આ ઉપરાંત પાકિસ્તાની બે ચોકીઓ ઉપર કબ્જો કર્યાનો દાવો કર્યો હતો.
અફઘાનિસ્તાન અંગ્રેજોએ બનાવેલી ડૂરંડ લાઈનને સરહદ માનતુ નથી. જેને લઈને પહેલાથી જ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. હવે બંને દેશોએ એક-બીજા ઉપર હુમલો કરતા ડૂરંડ લાઈનનો મુદ્દો ફરીથી ગરમાયો છે. તાબિલાન અને પાકિસ્તાન વચ્ચે લડાઈ શનિવાર રાતથી ચાલી રહી છે. હાલ સમગ્ર વિસ્તારમાં શાંતિ હોવાનું જાણવા મળે છે. સંઘર્ષને ધ્યાનમાં રાખીને હજારો અફઘાનિ નાગરિકોને સરહદી વિસ્તાર પાસેથી હટાવવામાં આવ્યાં છે. પાકિસ્તાની સેનાએ માન્યું છે કે, ડૂરંડ લાઈન પાસે કેટલાક વિસ્તાર પાસે લડાઈ થઈ હતી પરંતુ તાલિબાનના હુમલામાં માત્ર એક પાકિસ્તાની જવાનનું મોત થયું છે.
અફઘાનિસ્તાનના રક્ષા મંત્રાલય બંને દેશો વચ્ચે ડૂરંડ લાઈન એક કાલ્પનિક સરહદ માને છે. અફઘાન રક્ષા મંત્રાલયએ જણાવ્યું હતું કે, 28મી ડિસેમ્બરના રોજ પાકિસ્તાને કેટલાક વિસ્તારમાં હુમલો કર્યો હતો. જે બાદ અફઘાન સેનાએ પાકિસ્તાની સેનાની કેટલીક ચોકીઓને આગ ચાંપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે વર્ષોથી ડૂરંડ લાઈનને લઈને વિવાદ ચાલી રહ્યો છે. જો કે, અફઘાનિસ્તાનની કોઈ પણ સરકારે અંગ્રેજોએ ઉભી રહેલી સરહદને સ્વિકારી નથી. તેમજ તેઓ તેને કાલ્પિનિક સરહદ માને છે. તાલિબાની રક્ષા મંત્રાલયના પ્રવક્તાએ તાજેતરમાં જ કહ્યું હતું કે, અમે નથી માનતા કે તે પાકિસ્તાનનો વિસ્તાર છે, આ એક કાલ્પિનિક રેખા માત્ર છે.