For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

સૈયદ મુશ્તાક અલી ટ્રોફી: ઈશાન કિશનનું બેટ બોલ્યું, 23 બોલમાં 77 રન ફટકાર્યાં

01:52 PM Nov 30, 2024 IST | revoi editor
સૈયદ મુશ્તાક અલી ટ્રોફી  ઈશાન કિશનનું બેટ બોલ્યું  23 બોલમાં 77 રન ફટકાર્યાં
Advertisement

મુંબઈઃ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી હાલમાં ભારતમાં રમાઈ રહી છે જેમાં ઘણા સ્ટાર ખેલાડીઓ બોલ અને બેટથી ધમાલ મચાવી રહ્યાં છે. આ વખતે ઇશાન કિશનનું બેટ બોલ્યું હોય તેમ માત્ર 23 બોલમાં 77 રનની અણનમ ઇનિંગ રમી હતી. ઈશાન કિશનની આ ઈનિંગની મદદથી ઝારખંડની ટીમ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીના ગ્રુપ સી મેચમાં અરુણાચલ પ્રદેશને 10 વિકેટથી હરાવવામાં સફળ રહી હતી.

Advertisement

દરમિયાન, રાજકોટમાં, ભારતના ઝડપી બોલર મોહમ્મદ શમીને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં મધ્યપ્રદેશ સામે બંગાળની ગ્રુપ A મેચ દરમિયાન ઈજા થઈ હતી. શિવમ શુક્લાએ 29 રનમાં ચાર વિકેટ ઝડપી હતી. મધ્ય પ્રદેશે બંગાળને નવ વિકેટે 189 રન પર રોકી દીધું હતું અને મેચ છ વિકેટે જીતી હતી. કેપ્ટન રજત પાટીદાર (40 બોલમાં 68 રન) અને સુભ્રાંશુ સેનાપતિ (33 બોલમાં 50 રન) એ ઝડપી અડધી સદી ફટકારી અને મધ્યપ્રદેશે સરળ જીત નોંધાવી હતો.

ગ્રુપ સીની મેચમાં ઓપનર કિશન આક્રમક રીતે રમી રહ્યો હતો અને તેની ટીમને માત્ર 4.3 ઓવરમાં 94 રન સુધી પહોંચાડવામાં મદદ કરી હતી. આ વિકેટકીપર-બેટ્સમેનને આઈપીએલ મેગા ઓક્શનમાં સનરાઈઝર્સ હૈદરાબાદે 11.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ઝારખંડના બોલરોમાં અનુકુલ રોયે 17 રનમાં ચાર અને રવિ કુમાર યાદવે 12 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement