દૂધ સાથે શક્કરિયા સ્વાદમાં લાગે છે જોરદાર, જાણો સ્વાસ્થ્યને લગતા ચોક્કસ ફાયદા
જો તમે મીઠાઈ ખાવાના શોખીન છો પરંતુ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓના કારણે મીઠાઈ ખાવાનું ટાળો છો તો તમે દૂધમાં મિક્ષ કરીને શક્કરિયા ખાઈ શકો છો. શક્કરિયાનો સ્વાદ મીઠો હોય છે, તેથી તે દૂધને પણ સ્વાદિષ્ટ બનાવી શકે છે. શિયાળામાં આ મિશ્રણ ખૂબ જ સારું લાગે છે. તમે તેને નાસ્તામાં અથવા રાત્રે પણ ખાઈ શકો છો. તેને બનાવવું પણ ખૂબ જ સરળ છે, ફક્ત શેકેલા શક્કરિયાને કાપી લો અને પછી તેને દૂધમાં મિક્સ કરીને ખાઓ. સ્વાદની સાથે સાથે આ કોમ્બો ખાવાના અનેક અલગ-અલગ ફાયદાઓ છે.
દૂધ અને શક્કરિયા ખાવાના ફાયદાઃ
હાડકાં મજબૂત બને છે:
દૂધમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે, જે મજબૂત હાડકાં માટે જરૂરી છે. શક્કરિયા ખાવાથી વિટામિન ડી મળે છે જે કેલ્શિયમ શોષવામાં મદદ કરી શકે છે.
એન્ટીઑકિસડન્ટોની ભરપૂર માત્રા:
શક્કરીયામાં ભરપૂર માત્રામાં બીટા કેરોટીન હોય છે. તે એક શક્તિશાળી એન્ટીઑકિસડન્ટ છે જે શરીરમાં વિટામિન Aમાં પરિવર્તિત થાય છે, તેનું સેવન કરવાથી દ્રષ્ટિ અને રોગપ્રતિકારક શક્તિ વધે છે. ચશ્મા પહેરનારા લોકોએ આ ફળ અવશ્ય ખાવું જોઈએ. દૂધ સાથે તેનું સેવન કરવાથી બેવડા ફાયદા થાય છે કારણ કે દૂધમાં ઘણા પ્રકારના એન્ટીઓક્સીડેન્ટ પણ હોય છે.
પાચન સ્વાસ્થ્યઃ
શક્કરિયામાં સારી માત્રામાં ફાઈબર હોય છે. આવી સ્થિતિમાં તે પાચનમાં મદદ કરે છે. દૂધમાં પ્રોટીન પણ હોય છે જે આંતરડાના સ્વાસ્થ્યમાં મદદ કરી શકે છે.
કિડનીમાં પથરી થવાનું જોખમ ઓછું:
શક્કરિયામાં હાજર ઓક્સાલેટ પાચનતંત્રમાં દૂધમાં રહેલા કેલ્શિયમ સાથે ભળી જાય છે. જેના કારણે કિડનીમાં પથરીનો ખતરો ઓછો થઈ જાય છે.
પોષક તત્વો મળે છેઃ
દૂધ અને શક્કરિયા ખાવાથી શરીરને ઘણા પોષક તત્વો મળે છે. બંનેનું મિશ્રણ કરીને વિટામિન એ. વિટામિન બી કોમ્પ્લેક્સ, પોટેશિયમ અને કેલ્શિયમ જેવા આવશ્યક વિટામિન્સ ઉપલબ્ધ છે. તેમાં મિનરલ્સ પણ હોય છે જે તેને સંપૂર્ણ ભોજન બનાવે છે.