હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

સ્વદેશી જાગરણ મંચના ઉપક્રમે અમદાવાદના આંગણે સ્વદેશોત્સવ

01:14 PM Dec 01, 2025 IST | revoi editor
Advertisement

(અલકેશ પટેલ) અમદાવાદ, 1 ડિસેમ્બર, 2025ઃ Swadeshotsav organized in Ahmedabad સ્વદેશી જાગરણ મંચના ઉપક્રમે આગામી દિવસોમાં અમદાવાદમાં સ્વદેશોત્સવનું આયોજન થયું છે. વોકલ ફૉર લોકલનો મંત્ર હવે એક રાષ્ટ્રવ્યાપી આંદોલન સ્પરૂપ લઈ રહ્યો છે તેવા સમયે સ્વદેશી ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા આ અનોખા વેપાર મેળાનું આયોજન થઈ રહ્યું છે. હકીકતે સ્વદેશી જાગરણ  મંચ દ્વારા સૌપ્રથમ વખત 1991માં દિલ્હીમાં સ્વદેશી મેળાનું આયોજન થયું હતું, જેને હવે સ્વદેશોત્સવનું સ્વરૂપ આપવામાં આવ્યું છે.

Advertisement

આ મહિનાની પાંચમીથી નવમી સુધી અર્થાત આગામી શુક્રવારથી મંગળવાર સુધી ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં જીએમડીસી (GMDC) ગ્રાઉન્ડ ખાતે યોજાઈ રહેલા આ સ્વદેશોત્સવનું ઉદ્દઘાટન કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ કરશે તેવી શક્યતા છે.

સ્વદેશોત્સવનો મૂળ આશય ભારતીય ઉદ્યોગ-વેપાર, ભારતીય ઉત્પાદનો, ગ્રામ્ય સ્તરે ઉત્પાદિત ચીજવસ્તુઓ, હસ્તકળા, સ્વદેશી ટેકનોલોજીને પ્રોત્સાહન આપવાનો છે. સ્વદેશી ધોરણે ઉત્પાદન કરતા ગુજરાત તેમજ દેશના નાના-મોટા સૌ ઉદ્યોગકારો એક મંચ ઉપર આવે અને તેમનાં ઉત્પાદનો એક જ સ્થળેથી ગ્રાહકોના વિશાળ વર્ગ સમક્ષ રજૂ કરે એવા ઉદ્દેશથી યોજાઈ રહ્યો છે. આ સ્વદેશી મેળામાં આ વર્ષે મોટી સંખ્યામાં સ્વદેશી ઉત્પાદકો ભાગ લઈ રહ્યા છે.

Advertisement

મેળાના આયોજકો દ્વારા ઈલેક્ટ્રોનિક્સ અને ગ્રાહક ઉત્પાદનો, સોલર પાવર ઉપકરણો, ઑટોમોબાઈલ, આરોગ્યલક્ષી ઉત્પાદનો, ઘર વપરાશની ચીજો, ફર્નિચર, આઈટી, જ્વેલરી જેવાં ક્ષેત્રોના સ્વદેશી ઉત્પાદકોને આ મેળા દ્વારા મંચ પૂરો પાડવામાં આવી રહ્યો છે.

વાસ્તવમાં સ્વદેશી જાગરણ મંચ (SJM) આત્મનિર્ભર ભારતના વિઝનથી પ્રેરિત રહ્યો છે. જનજાગૃતિના આ આંદોલનમાંથી સ્વદેશી મેળાનો વિચાર જન્મ્યો હતો. આ પ્રકારનો પહેલો મેળો 1991 માં દિલ્હીમાં યોજાયો હતો. સ્થાનિક હસ્તકલા અને કુટીર ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે એક સમયે સાધારણ મેળા તરીકે જેની શરૂઆત થઈ હતી તેણે આજે મોટાપાયે સ્વદેશોત્સવનું સ્વરૂપ લીધું છે.

આ સ્વદેશોત્સવ માત્ર એક વેપાર મેળા કરતાં ઘણું વધારે છે - તે રાષ્ટ્રનો તહેવાર છે. તે સંઘના પંચ પરિવર્તનનું પ્રતીક છે, જે વ્યક્તિઓ અને સમુદાયોને સમાન રીતે સશક્ત બનાવે છે અને સમૃદ્ધ, મજબૂત અને આત્મનિર્ભર ભારતના સ્વપ્નને આગળ ધપાવે છે. આ પ્લેટફોર્મ પર સ્વદેશી ઉત્પાદનો અને નવીન શોધો ભારતના પ્રાચીન વારસા અને પરંપરાગત શાણપણનો સમન્વય થાય છે. તે એવા ભવિષ્ય માટે સેતુ બનાવે છે જે આધુનિક ઉદ્યોગો અને અવકાશ ટેકનોલોજી જેવા અત્યાધુનિક ક્ષેત્રોમાં પણ સ્ટાર્ટઅપ્સ દ્વારા સમૃદ્ધ છે.

સ્વદેશોત્સવ એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના "વોકલ ફૉર લોકલ, લોકલ ટુ ગ્લોબલ" ના શક્તિશાળી સંદેશની જીવંત અભિવ્યક્તિ છે. તે દરેક ભારતીયને અને ભારતને પ્રથમ સ્થાન આપવા, સ્થાનિક ઉદ્યોગને પોષવા, આપણા વારસાને સ્વીકારવા અને આર્થિક આત્મનિર્ભરતા, સાંસ્કૃતિક ગૌરવ તથા વૈશ્વિક નેતૃત્વના ભવિષ્યમાં આત્મવિશ્વાસ સાથે ચાલવા પ્રેરણા આપે છે.

હર હર સંઘ, ઘર ઘર સંઘઃ શતાબ્દી વર્ષમાં પ્રત્યેક ઘરનો સંપર્ક કરવાનો RSSનો મહાસંકલ્પ

Advertisement
Tags :
Business newsGMDCGMDC GROUNDhandicraftsrevoi newsSpace TechnologySpecial storyStartupSwadeshi Jagran ManchSwadeshi MelaSwadeshotsavvillage economyVocal for local
Advertisement
Next Article