For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

કચ્છના ખાવડા પાસે શંકાસ્પદ ડ્રોન હાઈટેન્શન લાઈન સાથે અથડાયા બાદ ધટાકા સાથે તૂટી પડ્યુ

05:12 PM May 08, 2025 IST | revoi editor
કચ્છના ખાવડા પાસે શંકાસ્પદ ડ્રોન હાઈટેન્શન લાઈન સાથે અથડાયા બાદ ધટાકા સાથે તૂટી પડ્યુ
Advertisement
  • વાયુસેના સહિત સુરક્ષા એજન્સીઓ બની સતર્ક
  • શંકાસ્પદ ડ્રોન વિસ્ફોટ બાદ હાઈટેન્શન પાવરલાઈન સાથે અથડાયું
  • એરફોર્સે ડ્રોનના અવશેષોનો કબજો લઈ તપાસ હાથ ધરી

ભૂજઃ કચ્છમાં ભારત-પાકિસ્તાન સરહદ નજીક એક શંકાસ્પદ ડ્રોનનો વિસ્ફોટ થયો હતો. ખાવડા પાસે ધ્રોબાણા ગામમાં એક શંકાસ્પદ ઊડતી વસ્તુ હાઇ ટેન્શન પાવર લાઇન સાથે અથડાતાં વિસ્ફોટ થયો હતો. આ બનાવ આજે ગુરૂવારે સવારે 6 વાગ્યા પહેલાં બન્યો હતો. પાકિસ્તાન તરફથી આવેલા ડ્રોન હાઈટેન્શન પાવર લાઈન સાથે અથડાયા બાદ વિસ્ફોટ સાથે તૂટી પડ્યું હતું. આ બનાવની જાણ થતાં સુરક્ષા એજન્સીઓ દોડી આવી હતી. અને એરફોર્સના અધિકારીઓએ તૂટી ગયેલા ડ્રોનના અવશેષોનો કબજો મેળવીને તપાસ હાથ ધરી છે. આ મામલે વાયુસેના તપાસ કરી રહી છે.  જોકે શંકાસ્પદ ઊડતી વસ્તુ સરહદ પારથી આવી હતી કે નહીં એની કોઈ પુષ્ટિ થઈ શકી નથી.

Advertisement

કચ્છના દુર્ગમ ખાવડાના સરહદી ધ્રોબાણા ગામમાં પ્રતિબંધિત વિસ્તારમાં આજે ગુરૂવારે વહેલી સવારે આકાશમાં સંદિગ્ધ વસ્તુ વસ્તુ ઉડતી ધ્યાનમાં આવતાં સુરક્ષા દળ અને વિવિધ એજન્સીઓ સતર્ક બની ગઈ હતી. દરમિયાન ઉડતી વસ્તુ એટલે કે શંકાસ્પદ ડ્રોન વીજળીના હાઈટેન્શન વારય સાથે અથડાઈને ધડાકા સાથે તૂટી પડી હતી. આ મામલે સુરક્ષા એજન્સીઓ સઘન તપાસ કરી રહી છે. સંભવિત કોઈ ઊડતો પદાર્થ RI પાર્કના વીજપોલ સાથે ટકરાઈને પડ્યો હોય અથવા તોડી પડાયો હોવાની વાત છે. ખાવડા નજીક કોઈ સંદિગ્ધ વસ્તુ મળી આવતાં પોલીસ તરત ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને એનો કબજો એરફોર્સ વિભાગને સોંપવામાં આવ્યો છે. આ અંગે આગળની તપાસ એરફોર્સ દ્વારા હાથ ધરવામાં આવી છે. આ તપાસમાં બીએસએફ પણ સામેલ છે.

કચ્છમાં ભુજ એરપોર્ટ, બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન, મંદિરોમાં સુરક્ષા વધારવામાં આવી છે. વાઈટલ ઈન્સ્ટોલેશનની સુરક્ષામાં વધારો કરાયો છે. 8 થી 10 હંગામી પોલીસ સ્ટેન્ડ ઉભા કરાયા છે. હથિયાર બંધ પોલીસ કર્મીઓ દ્વારા પહેરો રાખવા આદેશ કરાયો છે. 24 કલાક શસ્ત્રો સાથે તૈનાત રહેવા આદેશ કરાયો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement