બુટલેગર પાસેથી તોડ કરવાના કેસમાં SMCના સસ્પેન્ડેડ કોન્સ્ટેબલની ધરપકડ
- પ્રથમવાર પૂર્વ પોલીસ કર્મચારી સામે ગુજસિટોક અને પ્રોહીબિશનગુનો નોંધાયો,
- કરજણ પાસે એલપીજી ટેન્કરમાં ભરેલો 75 કરોડનો દારૂનો જથ્થો ઝડપાયો હતો,
- SMCના સાજન આહિરે 15 લાખ રૂપિયા દારૂના સપ્લાયર પાસેથી લીધા હતા
અમદાવાદઃ તાજેતરમાં વડોદરા જિલ્લાના કરજણ ખાતે એલપીજી ટેન્કરમાં ભરેલો 1.75 કરોડનો દારૂનો જથ્થો ઝડપાયો હતો. આ કેસમાં તપાસ કરતા બુટલેગર પાસેથી સ્ટેટ મોનીટરીંગ સેલના સેલના હેડ કોન્સ્ટેબલ સાજન આહિરે 15 લાખ રૂપિયા દારૂના સપ્લાયર પાસેથી લીધાની હકિકત પ્રકાશમાં આવી હતી. અને આંગડિયા દ્વારા રૂપિયા મોકલાયા હતા. આ બનાવ બાદ કોન્સ્ટેબલ સાજન આહિરને સસ્પેન્ડ કરી દેવાયો હતો. સ્ટેટ મોનીટરિંગ સેલ અને તેના પ્રમાણિક અધિકારીને બદનામ કરવાનો પ્રયત્ન કરનાર SMC ના સસ્પેન્ડેડ હે.કો સાજન આહિરની ધરપકડ કરવામાં આવી છે. અને પ્રથમ વાર પૂર્વ પોલીસ કર્મી ઉપર ગુજસિટોક અને પ્રોહીબિશન હેઠળ ધરપકડ કરવામાં આવતા પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો છે.
આ બનાવની વિગતો એવી હતી કે, વડોદરા જિલ્લાના કરજણ ખાતે એલપીજી ટેન્કરમાં ભરેલો 1.75 કરોડનો દારૂનો જથ્થો ઝડપાયો હતો. એ અગાઉ જેમાં સ્ટેટ મોનીટરીંગ સેલના સેલના કર્મી સાજન આહિરે 15 લાખ રૂપિયા દારૂના સપ્લાયર પાસેથી લીધા હતા. એ બાદ થોડા સમયમાંજ ટેન્કરનો જિલ્લા એલ.સી.બી એ ઝડપી પાડી હતી. જેની રજૂઆત ઉચ્ચ કક્ષાએ ખુદ દારૂના સપ્લાયરએ કરી હતી. જેમાં સાજન આહિરે 15 લાખ રૂપિયા ગાંધીનગરના આર.કે આંગડિયામાં મોકલ્યા હોવાની રજૂઆત કરી હતી. જેની તપાસ SMCએ કરી હતી. જેમાં આંગડિયા ઓફિસે કોડવર્ડ વાળી ~10ની ચલણી નોટ લઈ હાર્દિક નામનો ઈસમ 5 લાખ લઈ ગયો હતો અને 10 લાખ જૂનાગઢના રાકેશને મોકલ્યા હતા. જૂનાગઢ ખાતે જે 10 લાખ મોકલવામાં આવ્યા હતા. એ રૂપિયા SMCના હે.કો સાજન વીરાભાઇ વસારા (આહિર)ના કહેવાથી રોકી નામનો ઈસમ લઈ ગયો હોવાનું SMC ની તપાસમાં બહાર આવ્યું હતું. પરિણામે એને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો અને કરજણ ખાતેના દારૂના મામલામાં પણ એની સંડોવણી બહાર આવતા આરોપી સાજન આહિર રહે જામ ખંભાળિયા, દેવભૂમિ દ્વારકાને ઝડપી પાડ્યો હતો.
આરોપીને ગાંધીનગર SMCની કચેરીએ લાવ્યા બાદ પૂછપરછ કરી હતી અને ગુજસીટોકના ગુનામાં ધરપકડ કરી હતી. કરજણ પોલીસ મથકે પણ 1.75 કરોડના દારૂના મામલામાં સાજન આહિરની સંડોવણી બહાર આવતા એને વડોદરા ગ્રામ્ય પોલીસને સોંપવાની કાર્યવાહી કરી છે.
સ્ટેટ મોનીટરીંગ સેલના ઇન્ચાર્જ ડીવાયએસપી આર.જી.ખાંટે જણાવ્યું છે કે, 15 લાખની લાંચ લેનારા SMCના હે.કો સાજન આહિરની સંડોવણી કરજણ ખાતે ઝડપાયેલા 1.75 કરોડના દારૂના મામલામાં પણ બહાર આવી છે. હાલ સાજનની ગુજસીટોક-કરજણના દારૂના મામલે ધરપકડ કરાઇ છે. મિલકતો જમીનો માટે રેવન્યુ વિભાગ પાસે માહિતી મગાઇ છે. બેંક પાસેથી ખાતાઓની માહિતી અને આર્થિક વ્યવહારની માહિતી મેળવાઇ રહી છે.
સ્ટેટ મોનીટરીંગ સેલની કાર્યવાહીને બદનામ કરનાર સાજન આહિર સામે ગુજસિટોકનો ગુનો નોંધવામાં આવ્યો છે. જે રાજ્યના પ્રથમવાર કોઈ સસ્પેન્ડેડ પો.કર્મી સામે છે. અગાઉ ગુજસિટોકના આરોપીને મદદગારી કરી હોવાથી એ ગુનામાં એને સામેલ કરી દેવાયો છે. જેની તપાસ સીઆઇડી ક્રાઈમ કરી રહી છે. કરજણના 1.75ના દારૂના મામલામાં એની સંડોવણી બહાર આવતા એ ગુનામાં પણ એને સામેલ કરવામાં આવ્યો છે. બે ગુના ઉપરાંત હાલમાં બેંક ખાતાઓ, મિલકતની તપાસ ચાલી રહી છે. ત્યારબાદ જરૂર લાગશે તો એસીબીમાં પણ ગુનો નોંધવામાં આવશે.