ભારત-નેપાળ સરહદ પર શંકાસ્પદ વ્યક્તિ ઝડપાયો, તપાસમાં પાકિસ્તાનનું નામ લીધું
લખનૌઃ યુપીના બહરાઇચમાં ભારત-નેપાળ સરહદ પર એસએસબીએ એક શંકાસ્પદ વ્યક્તિને પકડી લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. તેની ભાષા એકદમ વિચિત્ર છે. જે સ્થાનિક રહેવાસીઓથી તદ્દન અલગ છે. SSB પૂછપરછ દરમિયાન તેણે પાકિસ્તાનનું નામ લીધું છે. તેની વધુ પૂછપરછ ચાલી રહી છે. આ મામલો મોતીપુર વિસ્તારનો છે. અહીં એક યુવાન ભારત-નેપાળ સરહદ પર ફરતો હતો. જ્યારે SSB જવાનોને શંકા ગઈ, ત્યારે તેમણે તેને રોક્યો હતો. સુરક્ષા જવાનોએ તેની સાથે વાત કરી અને તેનું સરનામું પૂછ્યું હતું. તેણે જે ભાષામાં આનો જવાબ આપ્યો તે શરૂઆતમાં કોઈને સમજાયું ન હતું. આનાથી શંકા વધુ ઘેરી બની હતી. જેથી SSB જવાનોએ તેને કસ્ટડીમાં લીધો હતો. પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેણે પાકિસ્તાનનું નામ લીધું છે. તેની હાલત જોઈને સુરક્ષા દળોએ તેને સુજૌલી પોલીસને સોંપી દીધો હતો. પોલીસે તેને મેડિકલ કોલેજમાં દાખલ કરાવ્યો છે. તેના પર ઘુસણખોર હોવાની શંકા છે.
હકીકતમાં, નેપાળ થઈને ઉત્તર પ્રદેશમાં બાંગ્લાદેશી અને પાકિસ્તાની ઘુસણખોરોની ઘૂસણખોરીના ભયને કારણે સરહદ પર સુરક્ષા કડક કરવામાં આવી છે. 1500 વધારાના એસએસબી અને 200 પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે, જેઓ સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે અને સરહદ પર નજર રાખી રહ્યા છે.